________________
( ૭૨૬ )
જૈન મહાભારત.
આલ્યા—“ પાંડવા ! તમારી મુખમુદ્રા ઉપર ગ્લાનિ કેમ ફ્રેખાય છે ? આમ પિરવાર રહિત સમુદ્રકાંઠે આવવાનું શું પ્રચેાજન છે ?” પાંડવાએ કહ્યું, “ મહારાજ ! અમાને શાક થવાતું કારણ આપ સારી રીતે જાણા છે તે છતાં પ્રશ્ન કેમ કરે છે ? ” કૃષ્ણે કહ્યુ, “ભદ્ર ! તમારી માતા કુંતીએ મને જે વાત કહી છે, તે મારા જાણવામાં છે. તે શિવાય કદિ બીજી કોઈ કારણ હાય તે જાણવાને માટે મેં પ્રશ્ન કર્યો છે. ”
પાંડવાએ કહ્યુ, “ મહાશય ! અમારા શાકનુ કારણ તેજ છે. કેાઇ દુરાચારી પુરૂષ અકસ્માત દ્રોપદીને હરી ગયા છે. અમે ઘણી શેાધ કરી, તાપણ તે ચાર તથા દ્રાપીના પત્તો લાગતા નથી. તેની શેાધને માટે અમે ભમીભમીને આ સમુદ્રુના તીર ઉપર શ્રાંત થઇ બેઠા હતા. આ વખતે આપને સમાગમ અમાને વિશ્રાંતિ આપનારા થઈ પડ્યો છે.
29
કૃષ્ણે પ્રેમપૂર્વક કહ્યું, પાંડવા ! તમારા જેવા પ્રતાપી અને પરાક્રમી પુરૂષોની હાજરીમાં પદીનું હરણ થયું એ મને ઘણુંજ આશ્ચર્ય થયું છે. સિ ંહની હાજરીમાં તેની ગુહામાં પેસી શૃગાળ ચારી કરી જાય, તેવાજ આ બનાવ અન્યા છે. “તે શી રીતે અન્યુ છે ?” એ મને વારવાર આશ્ચય થયા કરે છે. માટે તમે તે હકીકત કહી સંભળાવેા.
“ એક વખતે રાજમંદિરની અગાશી ઉપર ધ રાજા સાથે દ્રોપદી સુખે સુતા હતા. તેવામાં કાઇ પુરૂષે ગુપ્ત રીતે અકસ્માત્ તેણીનું હરણ કર્યું .. પ્રાત:કાળે ધર્મરાજાએ જા