________________
ૌપદી હરણ અને કૃષ્ણકાપ.
(૭૨૫)
પ્રકરણ ૪૯ મું.
દ્રૌપદી હરણ અને કૃષ્ણકપ. પૂર્વ સમુદ્ર પિતાના તરંગથી ઉછળી રહ્યો છે. અનેક જળચરે તે તરંગની સાથે ઉછળી નૃત્ય કરે છે. તીર ઉપર અનેક જાતનાં પક્ષીઓ શ્રેણુબંધ બેઠાં છે. અનેક વનચરનાં બાળકે સમુદ્રના તીર પર પડેલાં અસ્થિનાં રમકડાં શોધતાં ફરે છે. વિવિધ આકૃતિનાં વહાણે સઢ ચડાવી જળમાર્ગે પસાર થતાં જોવામાં આવે છે.
આ પૂર્વ સમુદ્રના તીર ઉપર પાંચ પાંડવો શેકાતુર થઈ બેઠા હતા. તેમના મુખ ઉપર પૂર્ણ ગ્લાનિ પ્રસરી રહી હતી. તેમનું મહાન પરાક્રમ પ્રતિહત થઈ ગયું હતું. પાંચે બંધુઓ પરસ્પર મુખાવલોકન કરી નિ:શ્વાસ નાંખતા હતા. અને દુઃખમાંથી મુક્ત થવાના અનેક ઉપાયે મનમાં ચિંતવતા હતા.
આ વખતે જાણે તેમના મનની પીડા જાણતા હોય તેમ શ્રીકૃષ્ણ પિતાના અલ્પ પરિવાર સાથે તે સ્થળે આવી ચડ્યા. કૃષ્ણને જોતાં જાણે પ્રાણ આવ્યા હોય, તેમ પાંડે બેઠા થયા અને સત્વર પ્રેમના આવેશથી કૃષ્ણને મળવા દેડી આવ્યા. શ્રીકૃષ્ણ પણ પોતાના સંબંધી પાંડને જોઈ હૃદયમાં સાનંદાશ્ચર્ય થઈ ગયા. પાંડના મુખ ઉપર ગ્લાનિ જોઈ કૃષ્ણ