________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
" (૭૨૧) આ તરફ નેમિકુમાર શ્રાવણ શુકલષષ્ઠીને દિવસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યા હતા. તેઓ રેવતગિરિના સહસ્સામ્ર વનમાં આવીને રહ્યા હતા. તે સમયે તેમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું હતું. જેથી નારકીના જીને ક્ષણવાર સુખ થયું હતું.
જ્યારે મહાનુભાવ નેમિપ્રભુ સ્વતઃ દીક્ષિત થયા, ત્યારે તે મની સાથે બીજા હજારે રાજાઓએ પ્રવ્રજજા પ્રહણ કરી હતી. આ વખતે ઇંદ્ર, કૃષ્ણ અને પાંડ વગેરેએ આવી તેમને વંદના કરી હતી. તેઓ વંદના કરી પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા હતા.
નેમિપ્રભુએ ગોકુળને વિષે રહેલા વરદત રાજાના ઘરમાં નિર્દોષ અન્નથી પારણું કર્યું હતું. જે વખતે દેવાતાએાએ તેના ઘરમાં રત્નની વૃષ્ટિ અને ચેલેક્ષેપ કરી દુંદુભિના નાદ ક્ય હતા. તે પછી તે મહાનુભાવ સર્વ જનને ઉપકાર કરવાને પૃથ્વીમાં વિહાર કરતા હતા. કેટલાક વિહાર કરી પાછા તેઓ સહસાગ્ર વનમાં આવ્યા હતા. અને ત્યાં આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે વખતે ઇદ્રોએ આવી તેમનું સમવસરણ રચ્યું હતું. જેમાં તે મહાનુભાવે વિરાજિત થઈ ઉત્તમ દેશના આપી હતી.
એક વખતે શ્રીકૃષ્ણ દ્વારકામાં નેમિપ્રભુના ગુણેનું સ્મરણ કરતાં પિતાની સભામાં બેઠા હતા. તેવામાં રેવતગિરિના બગીચાના માળીઓએ આવી ખબર આપ્યા કે, “નેમિનાથ.