________________
(૭૨૨ )
જૈન મહાભારત.
""
પ્રભુ તીથંકર થયા છે. આ ખબર સાંભળી કૃષ્ણે પોતાના કુટુંબનાં તમામ મનુષ્યા અને પાંડવાને લઇ તેમને વંદન કરવાને રૈવતગિરિ પર આવ્યા અને ભક્તિથી સમવસરમાં બેઠેલા પ્રભુને વંદના કરી હતી. આ સમયે સતી રાજીમતી પણ પોતાના સ્વામીને પૂજ્યભાવથી વંદના કરવાને આવી હતી. વિશ્વાપકારી પ્રભુએ તે વખતે નીચે પ્રમાણે દેશના આપી હતી:—
“ ભવ્યા ! આ જગમાં સર્વ પ્રાણીઓનુ આયુષ્ય પવને હુલાવેલા કમળપત્રના જેવુ ચંચળ છે. સંપત્તિ શીળ રૂપ નદીના વેગના ઘાત કરનારી છે. યોવન સંધ્યાકાળના વાદળના જેવુ ક્ષણિક છે. શરીર વિપત્તિરૂપ રોગાનુ મદિર છે. સ્ત્રી, પુત્ર, મિત્ર વિગેરે સર્વ પરિવાર અતિ દુ:ખ ઉત્પન્ન કરનારા છે. તેથી આ અસાર સ ંસારમાં જ્ઞાન, સમ્યકત્ત્વ અને ચારિત્ર એજ સારરૂપ છે. જીવ, અજીવવિગેરે તત્ત્વના સમ્યગજ્ઞાનથી વિચાર કરનારા જીવ ત્યાગ કરવા યોગ્ય નાશવંત વસ્તુના ત્યાગ કરી અને ગ્રહણ કરવા યોગ્ય આત્મવસ્તુના સ્વીકાર કરી મુક્ત થઇ શકે છે. ઘણું કરીને પ્રાણીને ઇંદ્રાદિ કની પણ સપત્તિ સુલભ છે, પરંતુ સિદ્ધિસુખના નિધિરૂપ સમ્યકત્ત્વ અતિ દુર્લભ છે. કેટલાએક પુરૂષોને પૂર્વનાં ઘણાં કર્મ નાશ પામવાથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે માટે સુખાનુ કારણ એવા ચારિત્રની પાસે ચિંતામણી રન પણ તુચ્છ છે, તેથી વિવેકી પુરૂષાએ પેાતાના મનરૂપ મયૂરના હર્ષોંને માટે