________________
નેમિનાથનું નિર્મળ ચરિત્ર.
( ૭૧૧ )
p
cr
ક્રીડા કરતા નથી અને સદા શાંતચિત્ત એકાંતમાં રહે છે. પેાતાના પુત્રની આવી વૃત્તિ જોઈ શિવાદેવીએ સમુદ્રરાજાને કહ્યું કે, “ સ્વામી ! નૈમિકુમાર સદા શાંત રહે છે. કાઇપણ સ્ત્રીની સાથે ખેલતા નથી, તેમ કેાઈની સાથે રમતા નથી. પુત્રનું એવુ' ચરિત્ર જોઇ મારા મનમાં ચિંતા રહે છે. તેથી કોઈ પણ યુક્તિથી નેમિકુમારના વિવાહ કરાવેા. ” શિવાદેવીનાં આવાં વચન સાંભળી રાજા સમુદ્રવિજયે નેમિકુમારને એકાંતે ખેલાવીને પુછ્યું—“પુત્ર ! તુ અમારા મનને પ્રસન્ન કરવાને વિવાહ કર. તને વિવાહિત થયેલા જોવાને અમે ઘણા આતુર છીએ. ” પિતાનાં આ વચન સાંભળી નેમિકુમારે કહ્યું કે, “પિતાજી ! કઇપણ સ્ત્રી અદ્યાપિ મારે વિવાહ કરવાને ચેાગ્ય નથી, માટે વિવાહ કરવાની મારી ઇચ્છા નથી, ’ આ વખતે શિવાદેવીએ આવીને કહ્યું, “વત્સ ! જો તારી ઇચ્છા હેય તેા ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી નામે સુંદર કન્યા છે. તેની સાથે તારા વિવાહ કરવા ચેાગ્ય છે. ” માતાપિતાનાં આવા આગ્રહ જોઇ નેમિકુમાર ખેલ્યા—“ હું તમારી આજ્ઞાને તાબે થઇ એ વાત અંગીકાર કરીશ; પરંતુ તે વાત અનવાને કાઇ ચાગ્ય કાળ જોઈએ. તેવા સમય આવે ત્યાંસુધી તમે રાહ જુવેા. ” કુમારનાં આ વચન સાંભળી તેઓ તે વખતે કાંઇ ઓલ્યા નહીં.
એક વખતે એવુ બન્યું કે શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા, તેવામાં એક પ્રચંડ ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે