________________
(૧૨)
જૈન મહાભારત. વનિ સાંભળતાં જ સર્વ સભ્યજન મૂછિત થઈ ગયા. તે વખતે ચાકણ નામને એક પુરૂષ ત્યાં આવ્યો અને તેણે કૃષ્ણને કહ્યું, “મહારાજ ! નેમિકુમાર કેટલાએક કુમા. રોના ટેળા સાથે તમારી આયુધશાળામાં દાખલ થયા અને તેમણે તમારા પાંચજન્ય શંખને નાદ કર્યો. મેં તેમને ઘણું વાય, તોપણ તે રહ્યા નહીં. પછી હું તમને કહેવા આવ્યો છું.” તે સાંભળી કૃષ્ણ વિચારમાં પડ્યા, ત્યાં નેમિકુ માર સભામાં આવ્યા. કૃષ્ણ નેમિકુમારને પૂછયું, “ભાઈ ! એ મારા શંખને મેટા પરાક્રમી પુરૂષે લેવાને પણ સમર્થ થયા નથી, તે તમે શી રીતે સમર્થ થયા? માટે મારે તમારી ભુજાનું પરાક્રમ જેવું છે.” નેમિકુમારને એ વાત કરી પછી કૃષ્ણ - રિઘના જે પિતાને બાહુ આડે ધરી રાખે. પરાક્રમી નેમિકુમારે કમળના નાળની જેમ તેને નમાવી દીધું. પછી જ્યારે નેમિકુમારે પિતાને હાથ આડે ધર્યો ત્યારે શ્રીકૃષ્ણ તેને નમાવી શકયા નહીં. પિતાના બંધુનું આવું અતુલ પરાક્રમ જોઈ કૃણે તેમની ભારે પ્રશંસા કરી હતી. પછી કૃષ્ણના મનમાં શંકા આવવાથી તેણે બળભદ્રને તે વાત જણાવી એટલે બળભદ્રે કહ્યું કે, નેમિકુમાર આપણા રાજ્યની ઈચ્છા કરતા નથી. તેઓ કઈ મહાત્મા થવાના છે. તેમના જન્મ વખતે તેમની માતા શિવાદેવીએ ચંદ સ્વમાં જોયાં હતાં, તે વખતે એક વિદ્વાન જોષીએ તેમનું ઉત્તમ ભવિષ્ય કહ્યું હતું.”