________________
રાજિષ ભીષ્મ.
(૭૦૭ )
GAPROOM
લાલન-પાલન કરેલું આ વિનશ્વર શરીર ધર્મના આશ્રય કરશે ત્યારે છેડી દેવા ચેાગ્ય છે; કારણ કે તેને મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થવાનું છે. એ માટે બુદ્ધિમાન પુરૂષે તેવીરીતે મરણ પામવુ કે, જે રીતે ફ્રી ફ્રી જન્મ પ્રાપ્ત થાય નહી. અને મૃત્યુ પણ પ્રાપ્ત થાય નહી. એ માટે સાંપ્રતકાળે અરિહંત ભગવતે સમસ્ત સિદ્ધો, ગુણાથી ઉત્કૃષ્ટ એવા સાધુઓ અને અરિહંતભાષિત ધ એ ચારનું મને શરણ થાઓ. અધુના સમસ્ત સાધુએ એજ મારા મધુએ છે, ધર્મ એજ મારો સ્વામી છે અને ગુરૂ એજ મારા પિતા છે. એ વિના કર્મીના બધે કરી પ્રાપ્ત થયેલુ ભવિપણ તેમાં પેાતાનું કે પારકું એવુ ં મારે કાઇ નથી. વળી સંસારસમુદ્રને વિષે નાકા રૂપ એવા પૂર્વે થયેલા, આગળ થનારા અને વત્તમાનકાળે જેઓ વિદ્યમાન છે એવા શાશ્વત અરિહંતાને મારા નિરંતર નમસ્કાર છે. તે શિવાય સિધ્ધા, આચાર્યો, ઉપાધ્યાયેા અને સર્વ સાધુઓને મારી વંદના છે. હવે હું સાવદ્યયેાગ તથા બાહ્ય અને અંતરંગ ઉપાધિના ત્યાગ કરૂ છું. સમાધિના ચેાગે કરી ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરૂ છું અને આ છેવટના શ્વાસ વખતે મારા શરીરના પણ ત્યાગ કરૂં છું.
,,
આ પ્રમાણે કહી મહામુનિ ભીષ્મે પોતાના ગુરૂ તથા બીજા સાધુસાધ્વીઓની ક્ષમા માગી અને પેાતે શાંત થઈ રહ્યા. તે વખતે યુધિષ્ઠિરે તેમની પાસે પોતાના પૂર્વોપકાર પ્રગટ કરી તેમની ક્ષમા માગી હતી. પછી અર્જુને તેમના શરી ૨પર લગાવેલા ખાણાને માટે અક્સાસ કરી ક્ષમા માગી હતી.