________________
(૭૦૮)
જૈન મહાભારત.
પછી ભીષ્મમુનિએ ફરીવાર તે પાંડવાના પૃષ્ટ ઉપર પેાતાના હાથ મુકયા હતા. ત્યારપછી તે મહાનુભાવ શુકલધ્યાન ધ્યાતા થકા સંસારસમુદ્રને પાર પામનારા આત્મસ્વરૂપને જાણી અને પંચપરમેષોના આત્મા અને પેાતાના આત્માનુ એકત્વ વિચારી ધ્યાન કરતાં તેમની નાસિકાના શ્વાસવાયુ અધ થયા અને તરતજ તેઓ પ્રાણરહિત થઈ અચ્યુત નામના ખારમા દેવલાકમાં પ્રાપ્ત થયા હતા.
તે પછી અશ્રુપાત કરતા દેવતાએ, ખેચરીએ અને પાંડવાએ એ મહામુનિના દેહના ચંદનના સુગંધી કાષ્ઠાથી સંસ્કાર કર્યા હતા. પછી તેમના ગુરૂ શ્રીભદ્રગુસાચા પાંડવાને મેધ કરી ત્યાંથી બીજે વિહાર કરી ચાલી નીકળ્યા હતા. પછી દેવા, ખેચરા અને ગાંધર્વો તે ભીષ્મમુનિના ગુણગ્રામને ગાતા ગાતા સ્વસ્થાને ચાલ્યા ગયા અને પાંડવા એ ઉપકારી પિતામહનું સ્મરણ અને શાક કરતા હસ્તિનાપુરમાં
આવ્યા હતા.
પ્રિય વાંચનાર ! આ લેાકમાં વીરકીર્ત્તિ સપાદન કરી પરલેાકમાં દેવપદવી પ્રાપ્ત કરનાર મહાત્મા ભીષ્મપિતામહના જીવનના વિચાર,કરી તેમાંથી ઉત્તમ આધ ગ્રહણ કરજે. એ મહાનુભાવે પોતાના વીર જીવનને દીપાવી ધાર્મિક જીવનની ઉન્નતિ કરી છે. દરેક ભવિ મનુષ્યે એવી ઉન્નતિ કરવી જોઈએ. આ લેાક અને પરલેાકના ભયને પણ ભય આપનાર ભીષ્મના જીવનની ભાવના ભાવવા જેવી છે. તેના જીવનમાંથી સત્ય, હૃઢતા, ટેક, સાહસ, હિંમત, અને ધૈય વગેરે