________________
(૬૯૪)
* જૈન મહાભારત. હસ્તિનાપુરમાં સર્વ પ્રજાએ પોતપોતાના ગ્રહને વિષે ધ્વજા, પતાકા અને તેરણોની અદ્ભુત રચના કરી હતી. તે જેવાને આવેલા વિદેશી લેકે શ્રેણીબંધ નીકળતા હતા. હાથીઓ, ઘેડાઓ અને રથની ભીડથી રાજમાર્ગ સાંકડે થઈ ગયું હતું. રાજદ્વારમાં સુંદર શોભા કરવામાં આવી હતી. મતીઓના સ્વસ્તિક અને પુષ્પાદિકનાં તારણે રચવામાં આવ્યાં હતાં. રાજમહેલ ઉપર ચડેલી વિજા પવનથી ચલાયમાન થતી જાણે લોકોને બેલાવતી હોય તેવી દેખાતી હતી. ચેકમાં જાણે મૂર્તિમાન મને રંગ હોય તેવા કેશરના જળને છંટકાવ કરવામાં આવ્યે હતો.
આ સમયે પાંડુરાજા પિતાના પુત્રને રાજ્યાભિષેક કરવા અતિ ઉત્સાહ ધરી કાર્ય કરતા હતા. તેમણે અંત:પુરની સૈરંધીઓની પાસે તૈલાદિક સુગંધી પદાર્થનું લેપન કરાવી યુધિષ્ઠિરના શરીર પર ચંદનનો અંગરાગ કરાવ્યું હતું. પુત્રવત્સલા માતા કુંતી પિતાના પુત્ર યુધિષ્ઠિરને વિવિધ જાતના અલંકાર પહેરાવી નીરખતી હતી. પછી ધર્મરાજાને ઉત્તમ શણગારેલા ગજેન્દ્ર ઉપર બેસાડી મેટી સ્વારી સાથે નગરમાં ફેરવ્યું હતું. તે સ્વારીમાં પાંડવોની રાજ્યસમૃધિ ઇંદ્રના વૈભવને અનુસરતી હતી. ગજેના ઉપર બેઠેલા યુધિષ્ઠિરને સ્ત્રીઓ નીરખતી હતી અને મેતી, પુષ્પ તથા ધાણીથી વધાવતી હતી. ગેખ ઉપર ચડેલી હરિણાક્ષી સ્ત્રીઓના સમુદાયે વધાવેલ ધર્મરાજા પ્રત્યેક આંગણામાં, પ્રત્યેક