________________
હસ્તિનાપુરપતિ યુધિષ્ટિર.
(૬૯૫) મંચકમાં અને પ્રત્યેક ગ્રહને વિષે પ્રજાએ સમર્પણ કરેલા માંગલિક ઉપચારેને ગ્રહણ કરતે કરતે દરબારમાં આવ્યું. તેના અગ્રભાગે પાંડુરાજા, બંને બાજુ કૃષ્ણ વગેરે અને પૃષ્ટ ભાગમાં ભીમસેન વગેરે બંધુઓ ચાલતા હતા. સ્વારી દરબારમાં આવી એટલે ધર્મરાજાએ રાજ્યગ્રહમાં પ્રવેશ કર્યો. તે વખતે કુંતીએ આવી દહીં, દુર્વા અને અક્ષત વગેરેથી ધર્મરાજાનું મંગળ કૃત્ય કર્યું હતું.
જ્યારે બરાબર શુભ મુહૂર્તમાં પ્રવેશ થયે એટલે શ્રી કૃષ્ણ અને પાંડુરાજાએ યુધિષ્ઠિરને રાજયસિંહાસન ઉપર બેસાર્યો. તે સમયે મંગળ વાદ્યોના શબ્દ અને જયધ્વનિથી રાજદ્વાર ગાજી ઉઠયું હતું. સિંહાસન પર વિરાજિત થયેલા ધર્મરાજાને તે વખતે બીજા રાજાઓ તરફથી નજરાણું અને ભેટ ધરવામાં આવી હતી. પૂર્વે સમુદ્રના અધિષ્ઠાયક દેવોએ આપેલો રત્નજડિત મુગટ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના મસ્તક ઉપર આરેપિત કર્યો. તે પછી વિવિધ પ્રકારના પોશાકે તેમને આપવામાં આવ્યા હતા. પછી તે વિશાળ મંડપમાં મેટી સભા ભરવામાં આવી હતી અને વારાંગનાએનું નૃત્ય થવા માંડયું હતું.
જ્યારે અજાતશત્રુ યુધિષ્ઠિર હસ્તિનાપુર (દિલ્લી) ના સિંહાસન પર બેઠા, તે દિવસે અતિ આનંદ પામેલા પ્રજાલેકેએ વાજીત્રના નાદ સાથે તથા સંગીતના સુર સાથે બધી. રાત્રિ જાગરણ કરી મહાન ઉત્સવ કર્યો હતે.