________________
હસ્તિનાપુરપતિ યુધિષ્ઠિર
(
૯૩).
પ્રકરણ ૪૫ મું.
હસ્તિનાપુરપતિ યુધિષ્ટિર. હસ્તિનાપુરની રાજધાની આનંદ ઉત્સવથી ભરપૂર થઈ ગઈ હતી. સ્થાને સ્થાને રાજ્યભક્ત પ્રજા પિતાના ઘર શણગારી અતિ ઉમંગ દર્શાવતી હતી. અનેક દેશના નરપતિઓ પાંડવ પતિ યુધિષ્ઠિરને ભેટ ધરવા આવ્યા હતા. દ્વારકાપતિ શ્રી કૃણે પિતાના પરિવાર સાથે તે સ્થળે આવી પાંડેના સં. બંધને બતાવી આપે હતે.
આજે મહારાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવાને દિવસ હતે. કુરૂક્ષેત્રનું યુધ્ધ સમાપ્ત થયા પછી આ શાંતિમય ઉત્સવ ઉજવવાને સર્વ પ્રજા તત્પર બની ગઈ હતી. ન્યાયમૂર્તિ ધર્મરાજાના રાજ્યાભિષેકના ખબર ભારતના ચારે ખુણામાં પ્રસરી રહેવાથી ભારતીપ્રજા અત્યંત હર્ષિત થઈ હતી.
પાંડના પ્રભાવથી અને યુધિષ્ઠિરની ધાર્મિકવૃત્તિથી ભારત પ્રજાની સાથે ઘણા ભૂપતિઓ પણ એ ઉત્સવમાં ભાગ લેવાને ઉત્સુક થયા હતા. મહારાજા યુધિષ્ઠિરે પણ પિતાના પૂજય સંબંધી શ્રીકૃષ્ણની સલાહથી ભારતના ઘણા પ્રખ્યાત રાજાઓને આમંત્રણે મોકલાવ્યાં હતાં. જે આમંત્રણને માન આપી ઘણા રાજાએ આ પ્રસંગે હસ્તિનાપુરમાં પાંડવોનું આતિથ્ય લેવાને આવી પહોંચ્યા હતા.