________________
(૮૮)
જૈન મહાભારતઆગળ આવ્યું હતું. આ વખતે સર્વ યાદવવી શકાતુર થઈ ગયા હતા. પણ છેવટે એ ચક કૃષ્ણની આગળ આવી શિષ્યની જેમ તેમના ચરણમાં નમી પડયું હતું. તે દેખાવ જોઈ યાદવવી હર્ષિત થયા હતા. પછી કૃણે તે ચક્ર હાથમાં લઈ જરાસંઘને કહ્યું, “રાજેદ્ર ! વિચાર કર. તારું મુકેલું આ ચક મારી આગળ નમ્ર થયું છે. હવે એ મારૂંજ હથિયાર બની તારો વધ કરશે. માટે તારૂં દેવ પ્રતિકૂળ છે. જે તારૂં હિત ઈચ્છતા હોય તે તું મગધ દેશમાં પાછા જા અને મારી આજ્ઞાથી તારા સમૃદ્ધિવાળા દેશનું રાજ્ય કર.”
કૃષ્ણનાં આ વચન સાંભળી તે માની જરાસંઘે કાંઈ પણ વિચાર કર્યો નહીં. તે ઉલટે રેષાવિષ્ટ થઈ કૃષ્ણ પ્રત્યે બે
અરે ! તું વાચાલ શા છે, અને આ લોઢાના કટકા રૂ૫ ચક્રથી મદોન્મત્ત થયા છે. પણ એ તારો ગર્વ અસ્થિના કટકાને પ્રાપ્ત કરનારા શ્વાનના જેવું છે. પણ તેથી તારૂં હિત શું થવાનું છે?” જરાસંઘનાં આ વચને કૃષ્ણને કર્ણમાં કઠોર લાગ્યાં અને તેથી તેણે પેલું ચક લીલાઓ કરી જરાસંઘની સામે છેડયું. અગ્નિની જવાળાઓને વર્ષાવતું તે ચક્ર જરાસંઘની પાસે આવ્યું અને તેણે કમળના નાળની જેમ જરાસંઘનું મસ્તક છેદી નાખ્યું હતું. “વાસુદેવ પ્રતિવાસુદેવને મારે છે.” આ નિયમને સ્મરણ કરી પ્રસન્ન થયેલા દેવતાઓએ કૃષ્ણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી હતી. પેલું તેજસ્વી ચક્ર જરાસંઘને નાશ કરી પાછું ફર્યું અને તેણે કૃષ્ણના હાથને અતિશય અલંકૃત કર્યો હતે.
વિચારજીનાં આ વચન સમૃદ્ધિના