________________
ગુરવ અને શ્રીકૃષ્ણ વાસુદેવ
(૮૯)
જરાસંઘના મરણથી તેના પક્ષના રાજાએ નિસ્તેજ થઈ ગયા અને તેઓ કૃષ્ણને શરણ થયા હતા. પછી તેઓએ સમયવત્તી' જરાસ'ધના પુત્ર સહદેવને ત્યાં લાવી કૃષ્ણુના ઉત્સંગમાં બેસાડયા હતા. પછી દયાળુ કૃષ્ણે મગધ દેશના રાજ્ય ઉપર સહદેવને રાજ્યાભિષેક કર્યો હતા.
જરાસ ઘના વધ થયા પછી કૃષ્ણુ, બળભદ્ર અને નેમીકુમાર એ ત્રિપુટીની જગતમાં ભારે પ્રશંસા થઇ હતી. સ યાદવાએ તે વીર ત્રિપુટીની મંગલારતિ કરી પૂજા કરી હતી. પછી ઇંદ્રને સારથિ માતલિ ખુશી થઈ પ્રભુની આજ્ઞા લઈ સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા અને તે યાદવપતિ કૃષ્ણ, ખળભદ્ર અને નેમિકુમારની કીત્તિને સાથે લઇ ગયા હતા.
રાજા સમુદ્રવિજયની આજ્ઞાથી મરણ પામેલા યાદવાની ઉત્તરક્રિયા કરવામાં આવી હતી. અને સવ વીરસમાજ સરસ્વતીને તીરે કૃષ્ણ તથા નેમિકુમારની વિજયકીર્ત્તિ ફેલાવી તેમનું યશેાગાન કરતા પાત પેાતાના સ્થાને ચાલ્યા ગયા હતા.
આ વખતે વસુદેવ પ્રદ્યુમ્ન અને સાંમકુમારને સાથે લઇ સમુદ્રવિજય રાજાના ચરણમાં નમી પડયા હતા. તેમને કૃષ્ણ તથા ખળભદ્ર વગેરે અનુક્રમે વંદના કરતા હતા. તે વખતે ખેચરે પણ આવી કૃષ્ણને વંદના કરી બોલ્યા કે, “શ્રી કૃષ્ણુ! તમે નવમા વાસુદેવ થયા છે. તેથી અમે તમારી આજ્ઞારૂપ માળાને મસ્તકપર ધારણ કરવા ઈચ્છીએ છીએ.
39.
૪૪