________________
જરાસંધ અને કૃષ્ણવાસુદેવ.
. (૬૮૭) વમન થઈ ગયું અને તેથી યાદવસેનામાં હાહાકાર થઈ ગયો. આ વખતે અને આવી જરાસંઘને પિતાના બાણેના પ્રહારથી હટાવી દીધું હતું. તેવામાં કૃષ્ણ આગળ આવ્યા અને તેણે પિતાના અસ્ત્રોને એ મારો ચલાવ્યો કે જેથી જરાસંઘના અવશેષ રહેલા એક્તાળીશ પુત્રોને સંહાર થઈ ગયો હતો.
પિતાના બધા પુત્રના સંહારથી જરાસંઘના હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થઈ આવ્યો અને ક્રોધથી એણને કંપાવતે કૃષ્ણની સામે મરણીયો થઈને આવ્યો હતો. તેણે કૃષ્ણને કહ્યું કે, “હવે તારે કાળ આવે છે. તારા બચાવ માટે જે ઉપગી શસ્ત્ર હેય તે ગ્રહણ કર. મારી પુત્રી છવાયશાની પ્રતિજ્ઞા હવે હું પૂરી કરીશ.” આ પ્રમાણે કહી તેણે બાણેને ભયંકર મારે ચલાવ્યું હતું. રામ અને રાવણના યુધને જોનારા દેવતાઓને પૂર્વે જે રસ આવ્યું હતું, તે રસ આ જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધમાં પ્રાપ્ત થયો હતે. ઘણીવાર યુદ્ધ કર્યા પછી જરાસંઘે સ્મરણ કરી એક દિવ્ય ચક્ર હાથમાં પ્રાપ્ત કર્યું અને તે ચક્ર તેણે કુષ્ણની ઉપર છેડયું. તે વખતે બળરામે અને યાદવસેનાપતિ અનાવૃષ્ટિએ તે ચક્ર ઉપર અનેક પ્રહાર કરવા માંડયા હતા. છેવટે અનાવૃષ્ટિએ પરિઘને ઘા કરી તે ચક્રને નિષ્ફળ કરી દીધું. પણ તે પાછું આગળ ચાલ્યું હતું. તે ચક્રને નિષ્ફળ કરવાને સમુદ્રવિજય રાજાએ અને ભીમસેને પણ ભારે પ્રયત્ન કર્યો હતે. તથાપિ એ તેજસ્વી ચક અપ્રતિહત થઈ કૃષ્ણની