________________
મહાભારત
( ૬૭૪)
જૈન મહાભારત. કુળને કલંકિત કર્યું છે. સર્વને સંહાર કરાવી હવે તું તારા શુદ્રપ્રાણની રક્ષા કરવા પાણીમાં પિસી ગયા છે, એ તારા જીવિતને ધિક્કાર છે. અરે પાપી! તું ગમે ત્યાં જઈશ તે પણ અમે તને છોડવાના નથી. ” ધર્મરાજાની આવી કઠેર વાણી સાંભળી તે દુર્યોધન ભીમની સાથે ગદાયુદ્ધ કરવાનો નિશ્ચય કરી જળની બહાર નીકળે હતે.
પછી દુર્યોધને ભીમસેનની સાથે ગદાયુદ્ધ કરવાને પિતાને વિચાર જાહેર કર્યો અને તે વાત પાંડેએ કબુલ કરી. તેમના એ ઠંદ્વયુદ્ધમાં યુધિષ્ઠિર વગેરે સભાસદે નીમાયા અને કુરૂક્ષેત્રની રણભૂમિને વિષે તેમના ગદાયુદ્ધને સમારંભ થયે. જ્યારે તેમના ગદાયુદ્ધની પ્રવૃત્તિ થઈ, ત્યારે આકાશમાં દેવતાઓ, બેચરો અને વિદ્યારે વિમાનેની શ્રેણીથી ઉભા રહ્યા હતા. દુર્યોધન અને ભીમસેન પિતાપિતાની ગદાને સહસ્ત્ર પ્રકારે આસપાસ ભ્રમણ કરાવવા લાગ્યા. પ્રલયકાળના મંડળાકાર થયેલા પવને ભૂમિતળથી ઉપાડી આકાશમાં ઉડાડેલા જાણે પર્વતે હાય, એવા ગદારૂપ મહાવૃક્ષને ધારણ કરનારા એ દુર્યોધન અને ભીમસેન ચિત્રવિચિત્ર મંગળાકાર ગતિએ સંચાર કરતા હતા. પછી તેઓ સામસામા સિંહનાદ કરી ગદા લઈ ધસી આવ્યા. બેમાંથી એકે આગળ કરેલા પોતાના પગને બીજે આકર્ષણ કરી તેને પોતાની પછવાડે ખેંચી પિતે આગળ જતે, ત્યારે બીજે બાહુપરાક્રમના અતશયથી અતિ દુઃસહપણે બીજાના અંગ ઉપર ધસી પ