________________
મહાયુદ્ધ-ચાલુ.
(૬૭૫) તાની ગદાએ તેની ગદા પ્રહાર કરી તેના હાથમાંથી તે ગદા નીચે પાડતે હતે. પછી તેઓ બંનેએ પરસ્પરના શરીરને ભીડી ગદા પ્રહાર કરવા લાગ્યા. તેમની ગદાઓના પ્રહારથી ઉત્પન્ન થયેલા નાદે “આ જગત શું ફાટી જાય છે એવી સર્વના મનમાં શંકા ઉત્પન્ન કરી હતી. બંને મહાવીરેનું ગદાયુદ્ધ પ્રચંડ બળથી પ્રવર્તાવા લાગ્યું. જયલક્ષ્મી કરમાં વિજયમાળ ધારણ કરી ઘણું વખત સુધી સ્તબ્ધ થઈ ઉભી રહી હતી. દુર્યોધને પોતાના સમગ્ર બળથી ભીમસેનની ઉપર એ ગદા પ્રહાર કર્યો કે જેથી ભીમસેનનાં નેત્ર ભમી ગયાં અને તેને ચકી આવી ગઈ. પછી ભીમસેને પિતાના બળથી દુર્યોધનના હૃદયમાં ગદાને એ પ્રહાર કર્યો કે જેથી તેને કાંઈ દુઃખને અનુભવ કરે પડ. પછી ગદાયુદ્ધમાં પ્રવીણ એવા દુર્યોધને ભીમસેનના મસ્તક ઉપર ઘણું જોરથી ગદાને પ્રહાર કર્યો, જેથી ભીમસેનનું વા જેવું શરીર પણ કંપી. ચાલ્યું હતું. આ વખતે અને કૃષ્ણને કહ્યું કે, “હરિ ! ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય અને જયદ્રથ વગેરેને વધ કર્યા છતાં અને સાંપ્રતકાળે અમારા દેખતાં છતાં અમારા વિતરૂપ આ ભીમસેનને દુર્યોધન પ્રહાર કરે છે, એ બહુ અસહ્ય છે.”
આ વખતે કૃષ્ણ કહ્યું, “અર્જુન! તું કહે છે તે સત્ય છે. આ દુર્યોધન ભીમસેનથી પરાભવ પામવાને નથી. આ દુર્જય દુર્યોધનને ભીમસેન જે સાથળ ઉપર ગદા પ્રહાર કરે