________________
મહાયુદ્ધ ચાલુ
(૬૩) ક્ષણવાર મૂછિત થઈ ગયું હતું. પછી તરતજ જાણે ભયે ઉઠાવ્યો હોય તેમ બેઠે થઇ રણભૂમિમાંથી દેડી ગયે અને હૃદયમાં આકુળ-વ્યાકુળ થઈ ગયું હતું. દુર્યોધનના ભાગવાથી કરવ સૈન્ય નાયક વગરનું થઈ ગયું અને સર્વે ચિંતાતુર થઈ ગયા હતા. કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામાં દુર્યોધનની શોધ કરવા લાગ્યા, પણ તેમણે દુર્યોધનને કોઈ સ્થાને જે નહિં, એટલે તેઓ પણ હૃદયમાં ભયભીત થઈ ગયા હતા.
પાંડ પણ દુર્યોધનની શોધ કરવાને માટે સૈન્ય સાથે તેનાં પગલાને અનુસારે ફરતા ફરતા એક સરોવર પાસે આવ્યાં. તે સરોવર વ્યાસ સરોવરના નામથી ઓળખાતું હતું. પેલાં કૃપાચાર્ય વગેરે ત્રણે જણ “દુર્યોધન આ સરોવમાં પેસી ગયે છે, એવું ધારી તેના તીર ઉપર તેની રક્ષા કરવાને બેઠા હતા જ્યારે પાંડેને સૈન્ય સાથે તે સ્થળે આવતા જોયા. એટલે તેઓ એક વૃક્ષની પોલમાં સંતાઈ ગયા. કેઈ વનચરે “આ સરોવરમાં દુર્યોધન પેસી ગયે છે” એવા ખબર આપ્યાં એટલે તે પાંડવેએ પિતાના સૈન્યથી તે સરોવરને ઘેરી મેં સ્થળે પડાવ નાંખ્યું હતું.
આ વખતે યુધિષ્ઠિર સરોવરના કાંઠા ઉપર રહી દુર્યો. ધનને સંભળાવવા બે -“અરે દુરાચારી! ક્ષત્રિય થઈને આમ શું સંતાય છે? પિતાના કુળને નાહક સંહાર કરાવી આમ શીયાળની જેમ સંતાઈ રહ્યો છે, તેથી તે બધા કરવ..