________________
જૈન મહાભારત.
દેવતાઓએ આપેલી અને જે ઘણા દિવસ થયાં અર્જુનને વધ કરવાને રાખેલી હતી, તે લઈને કર્ણ ઘટોત્કચની સામે આવ્યું. તેણે પોતાના ઉગ્રબળથી એ શક્તિ ઘટેચની ઉપર ફેંકી, જેથી ઘટેચ મૃતપ્રાય થઈ પૃથ્વી ઉપર પડી ગયે. ઘટેલ્કચના પડવાથી કેવસેના હર્ષિત થઈ અને તેમને નવું જીવન પ્રાપ્ત થયું. આ વખતે પાંડવોની સેનામાં શેક પ્રસરી ગયે અને હાહાકાર વર્તાઈ રહ્યો હતે. એમ કરતાં ચાર પહાર સુધી યુદ્ધના ઉત્સાહને અવલોકન કરી જાણે શાંત થઈ હોય, તેવી રાત્રિ વિરત થઈ ગઈ. વિશ્વ ઉપર અરૂણોદયની રક્તપ્રભા પ્રસરી ગઈ. પ્રાતઃકાળ થતાંજ સમર્થ વીર દ્રોણાચાર્યે વિરાટરાજા અને દ્રુપદરાજા એ બંનેને ઘાત કર્યો હતે. આથી સૂર્યના ઉદયની સાથે દ્રોણાચાર્યના પરાક્રમનો ઉદય થયે. દ્રોણાચાર્ય એટલેથી જ વિરામ પામ્યા નહિં, પણ તેઓ સમુદ્રના જળનું પ્રાશન કરનારા અગત્ય મુનિની જેમ પાંડવસેનાનું પ્રાશન કરવાને તત્પર થયા. દ્રોણાચાર્યરૂપી નવીન મેઘ બાણરૂપ જળની વૃષ્ટિ કરતાં શૂરવીર પુરૂષના દેહરૂપ સરોવરને તેમના પ્રાણુરૂપ હંસેએ ત્યાગ કરવા માંડયો હતે. દ્રોણાચાર્યો જ્યારે પાંડવસેનામાં ભારે કેર વર્તાવ્યું, ત્યારે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન કોધાતુર થઈ તેમની સામે યુદ્ધ કરવા ઉભે રહ્યો. ધૃષ્ટદ્યુમ્ન અને દ્રોણાચાર્ય બંનેની વચ્ચે તુમુલ યુદ્ધ પ્રવત્યું. ગીધ પક્ષીની પાંખે ની જેમ હજારો બાણે છુટવા લાગ્યાં. આ બંને મહાવીરેનું યુદ્ધ