________________
મહાયુદ્ધ–ચાલુ
(૬૫૭) વર્ણવાળા અંધકારરૂપ રાક્ષસે તે રણભૂમિને વ્યાપ્ત કરી દીધી; તથાપિ દ્ધાઓના શસ્ત્રોના પરસ્પર સંઘદ્દે કરી ઉત્પન્ન થયેલા અગ્નિથી પ્રકાશ પડતું હતું. કોરની સેનાને યુદ્ધ કરવા સજજ થયેલી જોઈ પાંડવ સેના પણ સામે તૈયાર થઈ ગઈ અને બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્યું. આ સમયે ભીમને પુત્ર ઘટેચ રણભૂમિમાં યુદ્ધ કરવા આવ્યો. તેના ભયંકર નાદથી ભૂમિંઅને અંતરીક્ષમાં રહેલા દેવતાઓ ગાજી ઉઠ્યા. તેણે આવી કૈરવસેનામાં મોટું ભંગાણું પાડ્યું અને કેરસેનિકોને આકુળ-વ્યાકુળ કરી દીધા. ભયંકર રાત્રિમાં વૃક્ષો અને પાષાણેની વૃષ્ટિ કરવા માંડી અને તેના ચરણના પ્રહારથી ભૂકંપ થવા લાગ્યા. તેણે અનેક પ્રકારનું માયાયુદ્ધ કરવા માંડયું. તેના માયાયુદ્ધથી દીપકની આગળ જેમ અંધકાર પલાયન કરે, તેમ કરેના દ્ધાઓ પલાયન કરવા લાગ્યા. મુખમાંથી અગ્નિની જવાળા પ્રગટ કરતા ઘટેન્કચ યુદ્ધભૂમિમાં નૃત્ય કરવા લાગ્યું. તેણે વૃક્ષે તથા પાષાણેના પ્રહારથી કેટલાએક રથ, હાથીએ, અશ્વ અને દિલ યોદ્ધાઓને નાશ કરી દીધું. ઘટેકચનું આવું અદ્દભુત પરાક્રમ જોઈ પાંડે હર્ષ પામી ગયા. એકલા ઘટત્કચે ક્ષણવારમાં તે કરવસેનાને અવ્યવસ્થિત કરી દીધી અને તે સેનામાં અનેક શત્રુઓને સંહાર થઈ ગયે.
આ દેખાવ જોઈ વિકર્ણ તેની સામે દેડી આવ્યો. જાણે મૂત્તિમતી જયશ્રી હોય તેવી એક દિવ્યશક્તિ કે જે તેને