________________
મહાયુદ્ધ-ચાલુ.
(૬૫૩)
શકયા નહીં. પુત્રશેાકરૂપ અગ્નિીથી તૃપ્ત થયેલા અજુનના હૃદયના તાપને શત્રુઓના પ્રાણુરૂપ જલનુ સિ ંચન મળવા લાગ્યું. અનેક શત્રુઓને સહાર કરી અર્જુને શકટવ્યૂહમાં પેાતાના દેવદત્ત શંખ વગાડયેા. જે સાંભળી યુધિષ્ઠિર વગેરેને વિજયની આશા જાગ્રત થઇ આવી. જ્યારે અર્જુને કારવસેનાના મહાન્ પરાભવ કર્યો, તે જોઈ દુર્યોધનના ક્રોધાગ્નિ પ્રદીપ્ત થયા અને સત્વર તે અર્જુનની સામે યુદ્ધ કરવાને આવ્યા. અર્જુન અને દુર્યોધનની વચ્ચે, ઘણીવાર ભયંકર યુધ્ધ ચાલ્યું. છેવટે નદીના વેગ જેમ સેતુને વિદ્યારણ કરી સમુદ્ર તરફ જાય, તેમ અર્જુન દુર્યોધનના વેગને ઉલ્લંઘન કરી યુધ્ધભૂમિમાં આગળ ચાલ્યેા. ત્યાર પછી કૃષ્ણે જેના સારથી છે એવા અર્જુન જયદ્રથની શાય કરવા લાગ્યા. ઘણીવાર શોધતાં જયદ્રથ હાથ લાગ્યા નહીં, એટલે બીજા સામા યુદ્ધ કરવા આવતા રાજાઓને તે પ્રહાર કરવા લાગ્યા. અર્જુનને દેવદત્તશખ ઘણીવાર સુધી નહીં સાંભળવાથી યુધિષ્ઠિરના મનમાં શંકા આવી અને તેથી તેણે અર્જુનની ખબર લેવાને પોતાના વિશ્વાસુ મિત્ર સાત્યકીને મેકક્લ્યા. સાયકીએ પેાતાની ચાલાકીથી કટવ્યૂહમાં પ્રેવેશ કર્યા અને સામા થયેલા કેટલાએક રાજાઓના પરાજય કર્યા. તે જોઇ ભૂશ્રિવા સાત્યકીની સામે આવ્યે અને તેણે સાત્યકીના નિરોધ કર્યો. અહિં ભૂશ્રિવા અને સાત્મકીની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેઓ અને પરસ્પર રથના ભગ થવાથી હાથમાં ઢાલ તરવાર લઇ યુધ્ધ કરવા લાગ્યા.
J