________________
મહાયુદ્ધ
(૬૨૫) હોય તે તેની ઉપર નિઃશંકપણે પ્રહાર કરે, એવું ક્ષત્રિએનું વ્રત છે. આપણા બંધુએ જ્યાં સુધી આપણને પરાભવ કરવાની ઈચ્છા ન કરે ત્યાં સુધી બાંધને બાંધવે જાણવા, પણ જ્યારે તેઓ આપણે પરાભવ કરવાની ઈચ્છાથી શસ્ત્ર લઈને સામા થાય, ત્યારે બાહુબળના મહાવ્રતને ધારણ કરનારા વીર પુરૂષે તેને શિરચ્છેદ કરે ગ્ય છે. અગ્નિ જેમ, કરસ્પર્શને સહન કરતું નથી અને સિંહ જેમ શિકારી પ્રાણુંએના શબ્દને સહન કરતો નથી, તેમ ક્ષત્રિયવીર શત્રુઓના પ્રહારને સહન કરતું નથી. હે અર્જુન ! તેથી તારા જેવા ક્ષત્રિયવીરે આવા કાયર વિચાર લાવવા ન જોઈએ. સર્વ જગતમાં એકજ ધનુર્ધારી એવા તારા જેવા બંધુ છતાં તારા વડિલ બંધુ યુધિષ્ઠિરની રાજ્યલક્ષમીને શત્રુએ આકર્ષણ કરે છે, એ તને મેટી લજજા છે. માટે તું દયા છોડી હાથમાં ધનુષ્ય લઈ યુદ્ધ કરવા તૈયાર થા અને આ પૃથ્વીનું આધિપત્ય તારા બંધુ યુધિષ્ઠિરને આપ. વીર અર્જુન ! આ કૈરાને તેમણે કરેલા દુષ્ટ કર્મોથી જ મૃત્યકાળ સમીપ આવ્યો છે. તું તે તેમના મૃત્યુને માટે કેવળ નિમિત્ત રૂપજ થઈશ. માટે તું ધનુષ્ય ઉપર પણચ ચડાવી તૈયાર થઈ જા.”
કૃષ્ણનાં આવાં વચન સાંભળી અને પોતાના વિચારો ફેરવી દીધા. શસ્ત્ર લઈને સામે આવનારની સાથે યુદ્ધ કરવું, એ ક્ષત્રિઓનું કર્તવ્ય છે, આ નિશ્ચય કરી વીર અર્જુન હાથમાં ધનુષ્ય લઈ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા.