________________
(૨૬)
જૈન મહાભારત હવે પાંડ અને કૈરાના સૈનિકે ધનુષ્યના ટંકાર કરી સિંહનાદ કરવા લાગ્યા. શંખો અને રણવાદ્યોના શબ્દોથી ગગન ગાજી રહ્યું. પવિત્ર ધર્મરાજાએ રથમાંથી નીચે ઉતરી પગે ચાલી ભીષ્મપિતા, કૃપાચાર્ય અને દ્રોણાચાર્યને વંદન કર્યું. તેમણે તેને વિજયદાયક આશીર્વાદ આપે. તેઓ લજજાથી નમ્ર થઈ ત્યા–“વત્સ! તારે માટે અમારૂં વાસલ્ય કદિ પણ નાશ પામ્યું નથી. તેમજ તારી ભક્તિ પણ અમારી ઉપર અવિચળ છે. પરંતુ શું કરીએ? કેરેએ અમેને સેવાથી વશ કરી લીધા છે. તેમની સેવા એવી પ્રબળ છે કે, અમે તેમને ત્યાગ કરવાને ઉત્સાહ ધારણ કરી શકતા નથી. અમે એ દ્રવ્યના લાભથી અને સેવાની લાલચથી આ દેહ વિકય કરી દીધો છે, પણ તમે ખાત્રી રાખજે કે યુદ્ધને વિષે તમારે વિજય થવાનું છે. કારણ કે તમારા પક્ષમાં ધર્મ અને ન્યાય એ બે સંચાર કરે છે. ભીષ્મ વગેરેના આ વચન સાંભળી યુધિષ્ઠિર પાછો પિતાના રથમાં બેઠા. પછી તરત જ બંને સેનાપતિઓની આજ્ઞાથી યુદ્ધનું કાર્ય શરૂ થયું તે સમયે સર્વ દિશાઓના અંત ભાગને જાણે એકત્ર કરતા હોય અને આકાશને ગેળાકાર બનાવતા હોય, તેવા બાણે શત્રુઓના રક્તનું ભજન કરવાને આકાશમાં સંચાર કરવા લાગ્યાં. બાણની પાંખના અવાજથી ગગન મંડળ ગાજી ઉઠયું. બાણેના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાંથી તણખાની વૃષ્ટિ થવા લાગી. રથી રથીની સાથે, વિદ્યાધર વિદ્યાધરની સાથે, ખધારી ખધારીની સાથે, સ્વાર સ્વારની સાથે