________________
(૨૪)
જૈન મહાભારત. અને ભગદત સજજ થઈ ઉભા છે. હે વીર અર્જુન! આ વીર સમૂહરૂપ સમુદ્રને ગાંડીવરૂપ વહાણુમાં બેશી તું ઉતરી જા. તારે તેમાં કેની સહાય લેવાની જરૂર નથી.” • કૃષ્ણનાં આવાં વચન સાંભળી અને ખિન્નવદને
–“કૃષ્ણ! આ સર્વ મારા સંબંધીઓ છે. કેઈમારા ગુરૂઓ, કે મારા બાંધે અને કોઈ મારા પ્રાણુનેહીઓ છે. તેઓને હણવાને મારું અંત:કરણ ઉત્સાહ ધારણ કરતું નથી. આવા સંબંધીઓના વધરૂપ, પાપનું બીજ એવું રાજ્ય અને સામર્થ્ય શા કામનું છે? જે ભીષ્મપિતામહને ખેળે મારા દેહરૂપ લતાને કયારે છે. તે ઉપકારી ગુરૂ ઉપર મારાં બાણ શી રીતે પડે? આ દ્રોણાચાર્ય કે જેણે પિતાના પુત્ર અશ્વત્થામાથી પણ મને વધારે રાખ્યો છે અને પ્રીતિથી ધનુર્વેદ શીખવ્યું છે એવા ગુરૂ ઉપર હું શી રીતે પ્રહાર કરું? ગમે તેમ કરે તે પણ એક પિતાના પુત્ર બાંધ તે બાંધવે જ છે. તેમની ઉપર બાણોને મારો ચલાવવાને આ મારું ગાંડીવ ધનુષ્ય લજિજત થાય છે.” - અર્જુનની આવી વાણું સાંભળી કૃષ્ણ તેના હૃદયમાં ઉત્સાહ લાવવાને બેલ્યા–“અર્જુન! તું વીરપુત્ર થઈ આવા ક્ષાત્રધર્મ વિરૂદ્ધ વચને કેમ બેલે છે? તારા વીર હૃદયમાં કૃપાને આવે ન અંકુર ક્યાંથી ઉત્પન્ન થયે? હે અર્જુન! કદિ ગુરૂ હેય, પિતા હય, પુત્ર હોય અથવા બાંધવ હોય, પણ જે તે આયુધ ધારણ કરી આપણે પ્રતિસ્પધી થયે