________________
(૧૨)
જૈન મહાભારત. દિલ સૈનિકની ચતુરંગ એનાથી પરિવૃત થયેલા જરાસંઘે રણવાદ્ય વગાડવાની આજ્ઞા કરી હતી. પ્રાત:કાળે ગગનમણિ ઉદય પામતાં તેણે યુદ્ધના પ્રભાતીયાં વગડાવ્યાં અને કૌરવિના અગ્રેસર દ્ધાઓની સાથે મળી પ્રયાણ કર્યું હતું. મંદરાચળવડે ક્ષોભિત થયેલા સમુદ્રની જેમ તેની સેનાને મહાન કોલાહલ ચારે તરફ પ્રસરતો હતે.
. આ વખતે જરાસંઘ સર્વના સમાજ વચ્ચે બેશી નીચે. પ્રમાણે બે –વીર દુર્યોધન વગેરે રાજાઓ અને સુભટ! આજે આપણે એક કર્તવ્ય બજાવવાનું છે. આપણું અને આપણું મિત્રના મેટા શત્રુઓની ઉપર આપણે માહા વિજય મેળવવાને છે. માટે સર્વેએ તન, મન અને ધનથી યુદ્ધને ઉત્સાહ ધારણ કરો અને શત્રુઓના મસ્તકેથી રણભૂમિને આચ્છાદિત કરી દેવી. મેં તે મારી ભુજાના બળથી પ્રતિજ્ઞા કરી છે કે, આવતી કાલે પ્રાતઃકાળે હું પાંડવ રહિત ભૂમંડળ કરી મારા મિત્ર દુર્યોધનના રાજ્યને નિષ્કટક કરીશ.” જરાસંઘનું આવું ભાષણ સાંભળી દુર્યોધન અંજળિ જેડી બે –“રાજેદ્ર! તમારી અદભૂત શક્તિને. મને પૂર્ણ વિશ્વાસ છે. શૂરવીર પુરૂષમાં રતરૂપ એવા તમે
જ્યારે યુદ્ધભૂમિમાં પ્રાપ્ત થાઓ, ત્યારે અન્યની વાત તે એક તરફ રહી, પણ પાકશાસન એ ઇંદ્ર પણ તે તમારી આગળ કશા હિસાબમાં નથી. હે મહાવીર! તમારા જેવા મિત્રની સહાયથી પાંડેને હું વિનાશ કરી ચંદ્રના જે ઉજવળ યશ