________________
વિદુર વૈરાગ્ય.
(૫૩) તે ઉપરથી યુધિષ્ઠિરની આજ્ઞાથી પાંડેએ કુરુક્ષેત્રના યુદ્ધની મોટી તૈયારી કરવા માંડી હતી. યુદ્ધને માટે મોટા મોટા ર સજજકરવાને પ્રવીણ સૂત્રકારે, લેહકાર અને બીજા કારિગરોને લાવવામાં આવ્યા હતા. ભારતના મહાયુદ્ધની મોટી તૈયારી કરવામાં આવી હતી. - આ તરફ મહર્ષિ વિદુર ચારિત્ર ધારણ કરી આત્મસાધન કરવાને ભારત ઉપર વિચારતા હતા. પાંડવ અને કૈરવના યુદ્ધની તૈયારીની વાર્તા સાંભળી તે મહાનુભાવના હૃદયમાં ખેદ થયે હતું, તથાપિ કર્મની સત્તાના સ્વરૂપને જાણનારા તે રાજગી તે તરફ ઉદાસીન ભાવ રાખી વર્તતા હતા. તેમના હૃદયમાં સમતારસને દિવ્ય પ્રભાવ વહન થતું હતું. તેથી તેઓ પાંડવ અને કૌરવ બંનેને એક સામાન્ય જતુની દષ્ટિથી સમભાવે વિલોકતા હતા.
- પ્રિય વાંચનાર! આ પ્રકરણમાં અનેક વિષયે ચર્ચવામાં આવ્યા છે. તે છતાં તેમાં વિદુરની વૈરાગ્યની પ્રધાનતા રાખ વામાં આવી છે. તે બોધ લેવા ગ્ય છે. આ સંસારનું સ્વરૂપ કેવું આધિ ઉપાધિથી પરિપૂર્ણ છે? એ વિદુરના સુવિચાર ખરેખર મનન કરવા ગ્ય છે. વિદુરે પોતાના સ્નેહ સંબંધને લઈને કૈરોનું હિત કરવા મહાન પ્રયત્ન કર્યો હતે. કારણ કે, યુદ્ધમાં અનેક પ્રાણીઓની હિંસા થવાથી ઘણે અધર્મ થશે આવું તેઓ ધારતા હતા, પણ જ્યારે
૩૮