________________
(પ૯૪)
જૈન મહાભારત.
દુરાગ્રહી દુર્યોધને તે વાત ન માની ત્યારે તેના આસ્તિક હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ હતી. દરેક ગૃહસ્થ વિદુરની એ ભાવના ભાવવા યોગ્ય છે. ગૃહવાસમાં રહેલો ગૃહસ્થ જ્યારે અનેક પ્રકારની સાંસારિક ઉપાધિમાં આવી પડે છે. ત્યારે તેનું હદય સર્વ પ્રકારે વિરક્ત અને ઉદાસી થાય છે. આવે પ્રસંગે પૂર્વના આર્ય જને સંસારમાંથી મુક્ત થવા નિગ્રંથ માર્ગને અનુસરવા ચારિત્ર ગ્રહણ કરતા હતા. આજકાલના અ૯પમતિ કે સંસારથી કંટાળી આત્મઘાત કરવા તૈયાર થાય છે. આ મલિન માર્ગ સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. એ માર્ગે પ્રયાણ કરનારે આત્મઘાતી આત્મા નરકની પીડાને પ્રાપ્ત કરે છે. તેમણે આ આર્યવીર વિદુરની પવિત્ર પદ્ધતીને અંગીકા કરવાની છે.
બીજે શિક્ષણીય વિષય દુર્યોધનના કદાગ્રહ ઉપરથી લે. વાને છે. પૂજ્ય વડિલેએ અને બીજા સંબંધીઓએ ઘણું વષ્ટિ કરી તેને સમજાવવામાં આવે, તો પણ એ દુરાગ્રહી દુર્મતિ સમજે નહીં. તેના મલિન હૃદયમાં સુવિચાર ઉત્પન્ન થો નહીં. આખરે તેના પાપી વિચારથી મોટા રાજવંશનો કુળક્ષય થશે અને એકજ પિતાના પુત્ર તેના દુરાગ્રહના ભેગ થઈ પડશે. બંધુઓને હાથેજ બંધુઓના રૂધિરની નદીઓથી કુરૂક્ષેત્રની ભૂમિ તૃપ્ત થશે. અને ભારત ઉપર અનેક આત્માએના પ્રાણની આહૂતિઓ થશે. આવું અતિ વિપરીત કાર્ય થવાનું જાણતાં છતાં પણ દુર્યોધન એકને બે થયે નહીં. આ