________________
(૫૯૨).
જૈન મહાભારત. મારાથી જન્મ થયો હોય તે તમે જરાપણ ભયભીત થશે નહીં. જો કે પિતાના બંધુઓને વિષે પ્રેમ કર્તવ્ય છે; તથાપિ જે તે બંધુએ સર્વસ્વને નાશ કરવાને તત્પર થાય તો તેઓને વિષે પ્રેમ કરવો ન જોઈએ. જે ક્ષત્રિય પિતે જીવતાં છતાં શત્રુઓ ભૂમિનું હરણ કરે, તે ક્ષત્રિય કહેવાતું નથી. જેના કંઠ ઉપરની યાળ તોડી નાંખી છે, એ સિંહ શું સિંહ છે? માટે વત્સ! તમે યુદ્ધ સમયે શાંતિને પરિત્યાગ કરી સુહને મહત્સાહ માની શત્રુઓ હરેલી પૃથ્વીને કીર્તિની સાથે પાછી . પ્રિયકૃષ્ણ! બીજું શું કહું ? તમારા જેવા યુદ્ધનિપુણ વીરની સહાયથી મારા પાંડને કદિપણ પરાભવ થનાર નથી.” પાંડુના આ વચને સાંભળી કૃષ્ણ પ્રસન્ન થયા અને તેમણે અનુમોદન આપી કહ્યું કે, “પાંડુરાજા! તમારા પત્રો તમારા વિયાગથી આતુર છે. માટે મારી સાથે દ્વારકામાં આવે.” પાંડુએ પ્રેમપૂર્વક જણાવ્યું, “હરિ ! તમારી સહાયથી હવે મારા પુત્રને વિજય મેળવી રાજયસંપત્તિને પ્રાપ્ત થયેલા પાંડવેને હું ફરી જોવાની ઈચ્છા રાખું છું” માટે તમે ઉતાવળા દ્વારકામાં જઈ તેમને યુદ્ધના ઉત્સાહમાં પ્રેરે અને તે તમારા સંબંધીઓને ફરી તેમની સામ્રાજ્ય સંપત્તિ આપે.”
- પાંડના આ વચન સાંભળી કૃષ્ણ ત્યાંથી રથમાં બેશી વિદાય થયા હતા. તે પવનવેગી અવાળા રથ વડે સત્વર દ્વારકામાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવી તેમણે પાંડવોની આગળ હસ્તિનાપુરને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો હતે.