________________
( ૧૨ )
જૈન મહાભારત,
છતાં પણ એક લઘુ એધ તેમાંથી મેળવવા જેવા છે, તે એ છે કે “ કપટી દુર્યોધને ગાયાને હરવાની યુક્તિથી વિરાટનગરમાંથી પાંડવાને પ્રગટ કરવા પ્રયત્ન કર્યો હતો. પાંડવા પેાતાના વનવાસનું તેરમું વર્ષ ગુપ્ત રીતે રહેવાની ઇચ્છાથી વિરાટનગરમાં રહ્યા હતા, પણ જ્યારે પેાતાને આશ્રય આપનાર વિરાટરાજાની ઉપર સુશર્મા અને દુર્યોધનની ચડાઇ થઇ અને ગાયાને પાછી વાળવાના સ્વધર્મ ને મજાવવા વિરાટરાજાને તથા ઉત્તમકુમારને તેમની સામે લડાઇ કરવા જવું પડયું. આ વિપત્તિને વખતે પાંડવાએ તેમને પૂર્ણ સહાય આપી—એ ખરેખર તેમની કૃતજ્ઞતા પ્રકાશી રહી હતી. આખરે તેમણે પેાતાનું પરાક્રમ અતાવી વિરાટરાજાને સત્કીર્ત્તિ અપાવી હતી. જે ઉપકાર વિરાટરાજાએ પાંડવાના પ્રગટ થવા વખતે માન્યા હતો. આશ્રય આપનાર તરફે કૃતજ્ઞતા રાખવાના મહાન ગુણુ
આ પ્રકરણમાંથી શીખવાના છે. કોઇપણુ માણુસ આપણુને વિપત્તિમાં આશ્રય આપે, તે તરફ સદા કૃતજ્ઞતા રાખવી જોઇએ. જે માણસ કૃતજ્ઞતાના ઉત્તમ ગુણ ભુલી જાય છે, તે માણસ પાપના ભાકતા થઈ અધમતિના અધિકારી બને છે. એટલુ જ નહિં પણ મા લેાકમાં અનેક પ્રકારની લોકનિંદાના પાત્ર બને છે. તેથી સર્વ વિજ્રનાએ કૃતજ્ઞતાના ગુણુ ધારણ કરવા જોઇએ.