________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ.
(૫૭૧) વગેરે કુતીના ચરણમાં નમ્યા હતા અને પરસ્પર મળી અતિ આનંદ પામ્યા હતા. તે વખતે તેમના મેળાપને જે આનંદ ઉભા હતા, તે અવર્ણનીય હતે.
પછી શુભ દિવસે વિરાટરાજાએ પોતાની કુમારી ઉત્તરાના વિવાહને દિવસ નક્કી કર્યો. તે ઉત્તમ પ્રસંગે વિરાટનગરને સારી રીતે શણગારવામાં આવ્યું અને રાજમહેલને અતિ રમણીય બનાવવામાં આવ્યું. તે મહોત્સવમાં અભિમન્યુને ઉત્તમ પ્રકારે સુશોભિત કરી વિવાહમંડપમાં લાવવામાં આવ્યા હતા. જેની સાથે પાંડ અને કૃષ્ણને પરિવાર મોટા આડંબરથી ચાલ્યું હતું. વિવિધ પ્રકારના વાજિંત્ર અને માંગલ્યગીતોથી ગગનમંડળ ગાજી ઉઠયું હતું. વિરાટકુમારી ઉત્તરા અને પાંડવકુમાર અભિમન્યુને વિવાહને સંબંધ જેવાને અંતરીક્ષમાં દેવતાઓ પણ આવ્યા હતા. વિવાહની સમાપ્તિ વખતે વિરાટરાજાએ ઉત્તમ પ્રકારના અમૂલ્ય રત્નના આભૂષણે, વસ્ત્રાલંકારે, અને હાથી, ઘોડા તથા રથના સમુદાયે પહેરામણમાં આપ્યા હતા, વિવાહત્સવ પૂર્ણ થયા પછી પાંડે અને યાદવોએ પરસ્પર પ્રેમ કરી આનંદમય, અમૃતમય, કલ્યાણમય, ક્રીડામય, ઉત્સાહમય અને કેતુક શેભામય એવા કેટલાએક દિવસ વિરાટનગરમાં રહી નિર્ગમન કર્યા હતા.
પ્રિય વાંચનાર, આ પ્રકરણમાં કેટલોક ભાગ વૃત્તાંતથી ભરપૂર છે. માટે તેમાંથી લો બોધ મળી શકે તેમ નથી. તે