________________
(૫૬)
* જૈન મહાભારત. જગાડો. જાગ્રત થયેલા ભીમસેને પોતાની પાસે અશ્રુધારા વર્ષાવતી દ્રૌપદીને દીઠી. ભીમસેન હૃદયમાં કચવાઈને બે
પ્રિયા આમ શોકાતુર થઈ શામાટે રૂવે છે?” દ્વૈપદી જરા આક્ષેપ કરી બેલી-“પ્રાણનાથ, જાણે કશું જાણતા ન હે, તેમ શું પુછો છો ? દુષ્ટ કીચકે મારી તરફ જે વર્તણુક કરી છે, તે શું તમે નથી જાણતા? સર્વના દેખતાં આ સ્વસારી પ્રાણપ્રિયાને તેણે એ તિરસ્કાર કર્યો છે, કે જે કોઈ ? સ્ત્રીને પણ બન્યું નહિં હોય. તે પણ તમે માને છે કે અમે જીવીએ છીએ ! સ્વામી, હું માનું છું કે, તમારું શર્ય, સત્વ, અહંકાર અને પ્રચંડ ભુજાને પ્રતાપ–એ સર્વ તમારી રાજ્યલક્ષ્મીની સાથેજ ગયા. નહીં તે પિતાના દેખતાં પ્રિયાને કોઈ તિરસ્કાર કરે, તે પંખી પણ સહન કરી શકતાં નથી, તે શૂર અને માની પુરૂષ કેમ સહન કરી શકે ?”
પદીનાં આવાં આક્ષેપ વચને સાંભળી ભીમસેન ચાનક લાવીને બેટ્સે–દેવી, એ દુરાત્મા કીચકને અપરાધ હું અત્યાર સુધી કેમ સહન કરૂં ? મેં તે તે વખતે જ કીચકને સંહાર કર્યો હેત. પણ આર્ય યુધિષ્ઠિરે ભ્રકુટીની સંજ્ઞાથી મને અટકાવ્યું હતું. તથાપિ હવે જે પ્રાત:કાળે એ કીચકને યમરાજને દાસ ન કરૂં, તે મારા પુરૂષાર્થની તું નિંદા કરજે. હે શીળવતી, તે કામી કીચક તને ભેળવવા સારૂ સવારે ફરી પ્રયત્ન કરશે. તે જ્યારે તારી પ્રાર્થના કરે,