________________
(૨૪)
જૈન મહાભારત.
સુધારણે સ્ત્રીઓએ કરવી જોઈએ અને સ્ત્રી જીવનની સુધારણા પતિએ કરવી જોઈએ. પવિત્ર ગંગાદેવી એ મહાવ્રતને જાણનારી હતી. પિતાના પતિ શાંતનુ શિકારના દુવ્યસનથી મુક્ત થાય, તેવા હેતુથી એ બાળા પુત્રને લઈ દૂર રહી હતી. પોતાના તથા પુત્રના વિયેગથી પતિનું હૃદય સુધરશે, એવી ધારણાથી જ તેણીએ એ ઉપાય કર્યો હતો. આવું અસાધારણું સાહસ ધરનારી પૂર્વની આર્યસ્ત્રીઓને હજારવાર ધન્યવાદ ઘટે છે. પોતે પતિથી નિયુક્ત થઈ હતી, તથાપિ એ પતિ ઉપર તેણીને અસાધારણ પ્રેમ હતું. કારણકે,
પતિ દુર્ગણી કે દુર્વ્યસની હોય તો પણ સ્ત્રીએ તેની તરફ પિતાને પવિત્ર પ્રેમ રાખવો જોઈએ.” આ મહાસૂત્ર ગંગાદેવી સારી રીતે શીખી હતી અને બીજી સ્ત્રીઓને તે શિક્ષણને અનુસરવાને સારી રીતે ઉપદેશતી હતી.
આજકાલ અલ્પમતિ અજ્ઞાની સ્ત્રીઓ પોતાના પતિને દુર્ગુણી અથવા પિતાને તાબે રહેનારે જે તેની ઉપર વિરક્ત થાય છે. અને તેનાથી રીસાઈ અનેક રીતે તેને પજવે છે. તે સ્ત્રીઓ અકુલીન અને અધમ સમજવી. તેવી સ્ત્રીને લીધે જ આર્યસંસાર વગેવાય છે, પણ તેમ ન થવું જોઈએ. દરેક આર્યબાળાએ ગંગાદેવીને સુશિક્ષણને અનુસરવું જોઈએ. પતિને કેવી રીતે સન્માર્ગે લાવ? એ મહાસૂત્ર જેવું ગંગાદેવીને વિદિત હતું, તેમ દરેક સન્નારીને વિદિત હોવું જોઈએ. તેમાંજ આર્યસ્ત્રીને તથા આર્યસંસારનો ઉદય તથા ઉત્કર્ષ છે.