________________
રાણીવિયોગ.
(૨૩) તેથી અતિ વ્યાકુળ થઈને જાળમાં પડવા લાગ્યા. પશુઓના બંધની સાથે રાજા શાંતનુને પણ કર્મના ઘેર બંધ થવા લાગ્યા. મૃગલા મેટી મોટી છલંગ મારી કુદતા કુદતા નાશવા માંડ્યા, જવાનો માર્ગ મળે નહિં એટલે ફાંસામાં અટકી પડવા લાગ્યા. સસલા પોતાના પ્રાણના રક્ષણને અર્થે દેડતા દેડતા સંતાવાની જગ્યા શોધતા ફરે, પણ આખર નાઇલાજ થઈને તે ફાંસામાં સપડાઈ જવા લાગ્યા. તે સિવાય વનહસ્તિઓ, મહિષે અને સિંહની સ્થિતિ પણ તેવી દયાજનક થઈ પડી; તથાપિ નિર્દય શાંતનું તે પાપદ્ધિમાં પરાયણ બની પોતાની પ્રિયાને અને પુત્રને ભુલી ગયે. અહા! દુલ્યસનની કેવી પ્રબળતા છે!
પ્રિય વાંચનાર ! તમારે આ પ્રસંગમાંથી ઉત્તમ બોધ લેવાને છે. દુર્વ્યસન માનવહૃદયને કેવું દૂર બનાવે છે? તેમાં આસક્ત થયેલે માણસ પોતાના પ્રેમસ્થાનને તથા કર્તવ્યને તદ્દન ભુલી જાય છે, તેથી તમારે કદિ પણ દુર્વ્યસનમાં આસક્ત ન થવું; એજ આ પ્રસંગને બોધ છે.
પ્રિય વાંચનારી બહેનો! આ ઉપરથી તમારે પણ જુદું જ શિક્ષણ લેવાનું છે. પોતાની પ્રતિજ્ઞાન ભંગ થાય કે પિતાનું અપમાન થાય, તેવે સ્થાને સન્નારીએ પિતાની ટેક રાખવી જોઈએ. કદિ પતિ દુર્વ્યસની હોય તે તેને સુધારવા પ્રયત્ન કરે એ ઉત્તમ સ્ત્રીને ધર્મ છે. તેમ કરતાં કદિ તે પતિ સુધરે નહીં, તે બીજી હિંમત ભરેલી રીતે તેને સુધારવાના ઉપાયે લેવા જોઈએ. કારણકે, પતિના જીવનની