________________
(૨૨)
જૈન મહાભારત. તે એક દિવસે મહારાજા શાંતનુના દરબારમાં કઈ પારધિ આવ્યો અને તેણે મહારાજાને ખબર આપ્યા કે, “સ્વામી, હસ્તિનાપુરથી દૂર એક સુંદર સરિતા આવેલી છે, તે સરિતાની પાસે એક મોટું વન છે, તેની અંદર વિવિધ જાતનાં શિકારી પ્રાણીઓ અને મૃગલાએ વિચર્યા કરે છે, તેથી મૃગયા કરવાને વાસ્તે તે સારું ઠેકાણું છે. જે આપ તે સ્થાને મૃગયા માટે પધારે તે આપનું મન પ્રસન્ન થયા વિના રહેશે નહિં, ત્યાં રહેલા વનપશુએ એવા મત્ત થયેલા છે કે, જેઓના પ્રચંડ શબ્દથી આખું વન ગાજી રહ્યું છે.” પારધિના આ વચન જાણે એક વધામણી રૂપ હય, તેમ સાંભળી શિકારી શાંતનુ ખુશી થઈ ગયો. તરતજ પિતાની શિકાસેના સાથે લઈ તે શિકાર કરવાને સજજ થયે. તે પારધિને તે વન દેખાડવા પોતાની સાથે લઈ રાજા શાંતનુ શિકારના પરિવાર સહિત તે તરફ ચાલ્યું. તે વનમાં જતાં વાઘો, ડુકકરો અને ઉન્મત્ત થયેલા વનના પાડાઓ તેના જેવામાં આવ્યા. તે જોતાંજ રાજાના શિકારી હૃદયમાં ઉત્સાહ આવી ગયો. તત્કાળ તેણે વનની ચોતરફ પાશ નંખાવ્યો. અને પછી ધનુષ્યના ટંકાર કરવાની માણસેને આજ્ઞા કરી. શિકારનું શિક્ષણ આપી શિક્ષિત કરેલા શ્વાનને મૃગલાની પાછળ છેડી મુકયા. તેઓ તે મૃગલાઓની પાછળ દોડવા લાગ્યા અને પિતાની સાથેના ઘેડેસ્વારેને દેડાવવા લાગ્યા. આથી વનપશુઓ ભયભિત થઈ જ્યાં ત્યાં નાસવા લાગ્યાં, પણ નાશીને જાય કયાં? જ્યાં ત્યાં પેલે પાશ આડે આવે