SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ અપકાર પ્રત્યે ઉપકાર. (૫૧૧) તેઓ અર્જુનને મારશે તો પછી ગુરૂભક્તિને લઈને તમને ભારે શેક ઉત્પન્ન થશે. માટે તું હમણાં જ તેને પ્રતીકાર કરવા વિચાર કર.” આ પ્રમાણે નારદમુનિ મને કહેતા હતા, તેવામાં જ મારા બે અનુચરોએ આવી ખબર આપ્યા કે, “Áતવનની અંદર આવેલા આપણા કેલિવનમાં દુર્યોધને આ વીને બહુ ઉપદ્રવ કર્યો છે. તેણે આપણું મહેલને દબાવી તેમાં ઉતારો કર્યો છે અને ઘણા પ્રકારની ભાંગ-ફેડ કરી છે. સુગંધી પુષ્પાએ પુષિત થયેલા વૃક્ષોને તેણે મૂળમાંથી ઉખેડી નાંખ્યા છે. અમે તેને અટકાવવા ગયા તો પણ તેણે માન્યું નહીં અને બળાત્કાર કરી આપણા રક્ષકોને મારી કાઢી મુક્યા છે. અમે આકાશમાગે ઉડી આપને આ સમાચાર કહેવા આવ્યા છીએ,” આ પ્રમાણે પ્રથમ નારદની અને પછી અનુચરાની વાર્તા સાંભળી હું કોષાતુર થઈ તેમની ઉપર ચડી આવ્યો અને મેં તે દુર્યોધનને હરાવી કેદ કર્યો છે. આ સમયે અને કહ્યું, “મિત્ર ચિત્રાંગદ, મારા જ્યેષ્ટ બંધુ યુધિષ્ઠિરની આજ્ઞાથી મારે દુર્યોધનને છોડાવે છે. દુર્યોધનની સ્ત્રી ભાનુમતિએ ખેળો પાથરી વિનંતિ કરી તેથી દયાળુ ધર્મરાજાએ તેને છોડાવવાની આજ્ઞા કરી છે.” આ બધી વાત સાંભળી દુર્યોધનને ઘણીજ શરમ લાગી હતી. તે વખતે તેને મનમાં એવું લાગ્યું કે, આથી મરવું એ દરજજે સારું છે. ચિત્રાંગદે અર્જુનને કહ્યું, “વર કુમાર, તમારા પૂજ્ય બંધુ યુધિષ્ઠિરની આજ્ઞા મારે શિરસાવંધ છે.” પછી તેણે
SR No.023201
Book TitleJain Mahabharat Yane Pandav Charitra
Original Sutra AuthorN/A
AuthorDevprabhsuri
PublisherMeghji Hirji Bookseller
Publication Year1967
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy