________________
( ૧૧૨ )
જૈન મહાભારત.
યુધિષ્ઠિરને નમસ્કાર કરવાનું કબુલ કરાવી ધિનને છેડી મુકયા. પછી ચિત્રાંગદ અર્જુ ન અને દુર્યોધનને સાથે લઇ ઘટિ કાના શબ્દોથી મધુર એવા વિમાનમાં બેશી યુધિષ્ઠિરની પાસે આવ્યા. યુધિષ્ઠિર, કુ ંતી અને દ્રોપદી વિમાનપર બેઠેલા દુર્યો ધન સહિત અન્નુ નને જોઇ આનન્દ્વ પામ્યાં. તે વખતે તે અજુનને તેજસ્વી અને પોતાના સ્વામી દુર્યોધનને નિસ્તેજ જોઇ ભાનુમતીના હૃદયમાં હર્ષ અને શાક ખંને પ્રગટ થયા હતા. બધાએ યુધિષ્ઠિરની પાસે આવી વંદના કરી, પણ દુર્યો ધન વંદના ન કરવાનો નિશ્ચય કરી ઉભા રહ્યો હતો. ચિત્રાંગદે દુર્યોધનના હાથ ઝાલી યુધિષ્ઠિરની પાસે ઉભા રાખ્યા, પણ તે દુમતિએ યુધિષ્ઠિરને વંદના કરી નહીં. જેમ સજ્જન પેાતાની સજ્જનતા બતાવ્યા વિના રહેતા નથી, તેમ દુજ ન પોતાની દુર્જનતા બતાવ્યા વિના રહેતા નથી. કુંતીએ દુર્યોધનને જોઇ અતિ આનંદ સાથે તૃણુ તથા અક્ષતથી વધાવી લીધા. અને તેને આશીર્વાદ આપ્યા. ધર્મરાજાએ દુર્યોધનના સત્કાર કરી પ્રીતિથી તેને આલિંગન આપ્યુ. તેમણે મધુર સ્વરે કહ્યુ, “ વત્સ, તેજસ્વી એવા ચંદ્ર અને સૂર્યને પણ પ્રસંગાપાત રાહુના બંદીગૃહમાં વાસ કરવા પડે છે, પરંતુ તેમના એ વાસ્તવિક પરાભવ નથી. તેમ આ વિદ્યાધરાર્થી તારા અલ્પ પણુ પરાભવ થયા નથી એમ તું માનજે. હવે તુ હસ્તિનાપુરમાં સત્તર જા. કારણ કે, તારા ખીજા સ અધુએ અનાથ હાઇને અતિ દુ:ખ પામતા હૅશે. ” આ પ્રમાણે કહી તેના આદર-સત્કાર કરી યુધિષ્ટિરે દુર્યોધનને તેના