________________
અપકાર પ્રત્યે ઉપકાર.
(૫૦૭) રાખ્યું હતું. મોટાભાઈની આજ્ઞા શિર્વાદ્ય છે, એવું જાણી હું તે વખતે ગમ ખાઈ ગયે હતે. હવે આ વખતે શત્રુઓ વિપત્તિમાં સપડાયા છે, તેમને વિપત્તિમુક્ત કરવા આર્ય યુધિષ્ઠિર આજ્ઞા કરશે તે એથી આપણું શું શ્રેય થવાનું છે. હું એમ ધારું છું કે, હમણું ઉદાસીન વૃત્તિવાળા ધર્મરાજા શત્રુઓને મુક્ત કરવાની આજ્ઞા આપશે નહિં, કારણ કે, ૬ર્યોધન જે ઈરાદાથી આ દૈતવનમાં આવ્યું છે, તે ઈરાદે આપણે પ્રિયંવદ યુધિષ્ઠિરને નિવેદન કરી ગયા છે. તે વાત તેઓ સંભાર્યા વગર રહેશે નહિં.” ભીમસેને આવાં વચનો કહ્યા, તે પણ અપકારને બદલે ઉપકાર કરવાના સ્વભાવવાળા યુધિષ્ઠિરે ભાનુમતીને કહ્યું; “વત્સ, નિશ્ચિંત થા. હું મારા ભાઈને છોડાવીશ, એ વાત નિ:સંશય જાણજે. તેણે ગમે તે અપરાધ કર્યો છે, તે પણ તે મારે બંધુ છે. તેને બંધન થયું, એ જાણે મને ઘણે કલેશ થાય છે.” આ પ્રમાણે ભાનુમતીને આશ્વાસન આપી આર્ય યુધિષ્ઠિરે ભીમસેન અને દ્રૌપદીના દેખતાં અર્જુનને કહ્યું–“ભાઈ અર્જુન, કેઈ દુષ્ટ ખેચરે આપણાં ભાઈ દુર્યોધનને બાંધી લીધો છે, તેને સત્વર જઈ છોડાવ.” યુધિષ્ટિરની આવી આજ્ઞા થતાં ભીમસેન ગંભીરતાથી બે –“આર્ય, તમે આ શું કહે છે, આપણું અપ્રિય જુએ છે કે શું ? દેવે આપણું હિત કર્યું તે પણ તમે સહન કરી શકતા નથી ? ઝેર આપ્યું, જળમાં ડુબાડ્યા અને કપટ જુગારથી પ્રિયાને જીતી સભા વચ્ચે કેશ પકડ્યા ઈત્યાદિ એ લોકોએ આપણે અનેક પ્રકારે અપકાર કર્યો છે,
કચર આપ વિડિરની જેમ આ છે