________________
(૫૬)
જેને મહાભારત. આવી ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. મારા રૂદનથી ભીષ્મપિતાને હૃદયમાં અતિ દયા આવી અને તે ગદ્ગદ્ થઈને બેલ્યા–“વત્સ, તું રેઈશ નહિં. જેવી ભવિતવ્યતા હોય, તેમ બને છે. તારા ભર્તારને માટે કાંઈ પણ ચિંતા કરીશ નહિં. તું પાંડેની પાસે જા અને તેમને વિનંતી કર. તારા પતિને એ બંધનમાંથી મુક્ત કરવાને પાંડજ સમર્થ છે. તેમની પાસે જવામાં તું કાંઈ પણ શંકા રાખીશ નહિં. સાધુ પુરૂષે. પિતાને અપકાર કરનાર પુરૂષ ઉપર પણ ઉપકાર કરે છે.” દયાળુ ભીષ્મનાં આવાં વચન સાંભળી હું તમારી પાસે આવી છું. અને આપની પાસે મારા પતિની ભિક્ષા માગું છું. હે દેવ, આ કાર્ય સત્વર કરવા તૈયાર થાઓ. કારણ કે, તે ખેચરપતિ હમણા પિતાના નગરમાં જવાનું છે. પછી આપને
ગ્ય લાગે તેમ કરે. કરવકુળમાં આપ ગગનમણિ છે. તમારા અનુજબંધુઓ બંધનમાં રહે એ તમારી હાનિ છે. કારણ કે આપ એકજ પિતાના પુત્રો છે.”
ભાનુમતીનાં આવાં વચન સાંભળી દ્રોપદીને હાથ દાબી ભીમસેન બોલી ઉઠ–દેવી દ્રપદી, તે સાંભળ્યું કે? તારા કેશને ગ્રહણ કરવાના ફળને આરંભ તમારા દેખતાંજ થવા માંડે. જેઓ નિરર્થક વૈર કરે છે, તેમને દૈવ ઉતાવળેજ ફળ આપે છે. જે સમયે તેઓએ તારા કેશનું ગ્રહણ કર્યું, તે વખતે હું દુર્યોધનને શિક્ષા કરવા ઉત્સુક થયું હતું, પણ તે કાળે આવી યુધિષ્ઠિરે મને વારી