________________
જૈન મહાભારત
(૫૦૦) ધ્યાનમાં તે પ્રવૃત્ત થઈ, ત્યારે ઇંદ્રનું વિમાન ખલિત થઈ ગયું અને તેથી તેને તે બંને મહાસતીઓની વિપત્તિને દાંતે કરવી પડી. તે બંને સતીઓના દિવ્ય પ્રભાવથી પાંચે પાંડ કુશળક્ષેમ પાછા આવ્યા હતા. ધર્મને આ ઉત્તમ પ્રભાત જાણી સર્વ ભવ્ય પ્રાણુઓએ સર્વદા ધર્મારાધન કરવું? જેથી આ લેક અને પરલોક બંનેમાં તેઓ ઉત્તમ કલ્યા, પ્રાપ્ત કરી શકે.
–-@ જીજીપ્રકરણ ૩૬ મું.
અપકાર પ્રત્યે ઉપકાર, દ્વૈતવનના શાંત આશ્રમમાં પાંડવો પોતાના કુટુંબ સાઈ રહ્યા હતા. નિત્ય ધાર્મિક આચાર-વિચારની વાર્તાઓ ક વામાં અને વનના રમણીય પ્રદેશ જેવામાં તેમનોકાળ વ્યતી થતું હતું.
એક વખતે દ્રોપદી પોતાના આશ્રમની બાહેર ફરતી હતી. તેણીના હૃદયમાં અનેક વિચારે તરંગની જેમ ઉત્પા થઈ વિલીન થતા હતા. ક્ષણમાં આકાશ તરફ, ક્ષણમાં વ શેભા તરફ અને ક્ષણમાં પર્વત તરફ તેણીની ચપળ પ્રસરતી હતી. આ વખતે એક રમણું દૂરથી તેના જેવા આવી. તે રમણીના શરીર ઉપર રાજતે જ ચળક્રતું હતું.