________________
કમળનું કુલ.
(૪૯),
લઈ તું તારા વાંચનનું ફળ સંપાદન કરજે. કેઈ પણ જાતની પ્રબળ ઈચ્છા કરવી તે પ્રથમ દેષ છે અને તે ઈચ્છાને ઉત્તેજન આપવું, એ બીજે દેષ છે. વિદ્વાન અને વિચક્ષણ માણસ પણ કઈવારે તેવી પ્રબળ ઈચ્છાને આધીન થઈ જાય છે અને તેથી તેને પછી ભારે કષ્ટ શોષવું પડે છે. દ્રૌપદી વિદુષી અને ડાહી હતી. તે છતાં કમળ પુષ્પને માટે તેનામાં પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ અને તેથી તેણીએ તે મેળવવાને ભીમને આગ્રહ કર્યો. જેથી કરીને તેમને ભારે શોક કરવાને વખત આવ્યે હતે. આ ઉપરથી સર્વ બંધુઓ અને બહેનેએ ઘણેજ વિચાર કરવાનું છે. કોઈ પણ પદાર્થ ઉપર પ્રબળ ઈચ્છા કરવી ન જોઈએ. પ્રબળ ઈચ્છાને વેગ માણસને અંધ બનાવી દે છે અને તેની મૂછમાં આવી પડેલે મનુષ્ય અત્યંત દુઃખી થાય છે. આ પ્રસંગમાંથી સર્વ વાંચકે બેધ ગ્રહણ કરવાને છે.
બીજી શિક્ષા ધાર્મિક પ્રભાવની છે. સતીકુંતી અને - પદીએ કરેલા ધર્મારાધનથી તેમને મહાન લાભ થયે હતે. આવા વિપત્તિના વખતમાં મુંઝાઈને દુઃખી થનારા માણસોએ જ્યારે કઈ પણ ઉપાય ઉપલબ્ધ થાય નહીં, ત્યારે ધર્મનું શરણ કરવું જોઈએ. શુદ્ધ હૃદયથી કરેલું ધર્મારાધન કદિપણ નિષ્કળ થતું નથી. અસહાયને સહાય કરનાર અને અશરણને શરણ આપનાર ધર્મ જ છે, ધર્મના દિવ્ય પ્રભાવ આગળ કઈપણ વિપત્તિ કે વિને ટકી શકતાં નથી. કુંતી અને દ્રપદીએ જ્યારે ધર્મનું શરણ લીધું અને કાર્યોત્સર્ગના મહા