________________
(૪૯)
જેને મહાભારતપુત્રીને પાશબંધનમાંથી મુક્ત કર્યા અને પોતાના સરખાખીજા આસન ઉપર બેસાડી તેમને ભારે સત્કાર કર્યો. જે સેવકે તેમને બાંધીને લાવ્યા હતા, તેમને નાગે અપમાન કરી કાઢી મુક્યા. પછી નાગે છે, “આ યુધિષ્ઠિર, આ અર્જુન, આ ભીમ એમ અનુક્રમે સર્વને ઓળખી યુધિષ્ઠિરને પ્રેમથી આલિંગન કરી કહ્યું – “ક્ષમાશીળ યુધિષ્ઠિર રાજા, મારા સેવકે એ જે તમારો અપરાધ કર્યો છે, તે તમે ક્ષમા કરવા ગ્ય છો. કારણ કદિ પામરેજનથી અજાણતાં અવજ્ઞા થાય તે મહાત્મા પુરૂષે તેના ઉપર કોધ કરતા નથી. વછનાગ વગેરે સ્થાવર અને સર્પ વગેરે જંગમ એમ બંને પ્રકારના વિષને દૂર કરનારી આ મણિમાળા હું તમને ભેટ આપું છું.” આ પ્રમાણે કહી નાગે એક પ્રકાશિત મણિમાળા યુધિષ્ઠિરને અર્પણ કરી અને દ્રોપદીને કણભૂષણ માટે એક નીલકમળ આપ્યું અને તે સાથે જણાવ્યું કે, “જ્યાં સુધી તેણીના પાંચ પતિએ કલ્યાણવંત હશે ત્યાં સુધી આ કમળ વિકસિત રહેશે. અને જે તે પતિઓને અક્ષેમ હશે તો આ કમળ ગ્લાનિ પામશે.” આટલું કહ્યા પછી નાગે યુધિષ્ઠિરની પ્રશંસા કરતાં જણાવ્યું “ધર્મરાજ, તમારા બંધુ ભીમસેને અને અને કીર્સિર વગેરે રાક્ષસને નાશ કર્યો, એ અતિ અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના એ અદ્ભુત ચરિત્રનું ગાન અમારી નાગાંગનાએ હીંડળે હીંચતાં હીંચતાં ગાય છે. ભ, તમે પાંચ પાંડવો આ પાતાળમાં રહી અમારા સ્થાનને પવિત્ર કરો.”