________________
કમળનું પુલ.
(૪૯૭)
નાગેન્દ્રનાં આ વચનો સાંભળી ધર્માંરાજ યુધિષ્ઠિર વિનયથી એોા—નાગપતિ, તમારા પ્રેમ અને સત્કાર જોઈ અમે પ્રસન્ન થયા છીએ. હાલ અમારાથી અહિં વાસ થઈ શકે તેમ નથી. કારણકે, અમારી માતા કુંતી અને પત્ની દ્રોપદી અમારા વિયોગથી દુ:ખી થઈ પ્રાણસંકટમાં પડ્યાં હશે. જ્યારે તેઓ અમને જીવતા જોશે, ત્યારે તેમના હૃદયને શાંતિ મળશે. માટે તમે કાઇ પણ ઉપાયે અમાને સત્વર વહેલા વિદાય કરા, યુધિષ્ઠિરનો આવા આગ્રહ જોઇ નાગપતિએ તેમનો સત્કાર કરી વિદાય કર્યાં. અને પોતે ઘણે દૂર તેમને વળાવવાને પાછળ આવ્યા. આ વખતે દયાળુ યુધિષ્ઠિરે નાગરાજને કહ્યું “પાતા ળપતિ, આપની પાસે એક મારી વિનતિ છે. તમેાએ સરેવરના રક્ષકાને અમારે માટે દૂર કર્યો છે, તેમને કૃપા કરી પાછા તમારી સેવામાં રાખા. અમારા નિમિત્તે તેઓને કષ્ટ થાય, તે ચેોગ્ય ન કહેવાય. ’” યુધિષ્ઠિરની આ વાણી સાંભળી નાગદેવ એલ્યા—“ધર્મ રાજ, એ રક્ષકામાં ચંદ્રચૂડ મુખ્ય છે. જ્યારે ભારતમાં કર્ણ અને અર્જુનનુ યુદ્ધ થશે, તે વખતે તેઓ અજુનને સહાય કરશે. ત્યારપછી તેને હું મારી સેવામાં રાખીશ. ” નાગરાજનાં આ વચનો યુધિષ્ઠિરે માન્ય કથા. પછી યુધિષ્ઠિર નાગપતિને પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા. હે દેવી, પછી તમારા પુણ્યના પ્રભાવે ઈંદ્રની આજ્ઞાથી આ તમારા પાંચ પુત્રાને લઈ હું અહિં આવ્યે છે. આટલું કામ તો મે' ઇંદ્રની આજ્ઞાથી કર્યુ છે. હવે હું પોતે તમારી
99
૩૨