________________
કમળનું કુલ.
- કુંતીએ આશ્વાસન આપવાને કહ્યું, દ્વિપદી, તારે આમાં કાંઈ દેષ નથી. જે ભાવિ બનવાનું હોય તે કદિ પણ અટકાવી શકાતું નથી. કર્મની ગતિ અખ્ખલિત છે. હવે આપણે નિષ્કપટ ધર્માચરણ કરવું એગ્ય છે. ( આ પ્રમાણે સાસૂ અને વહુ વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં નિશાપતિ ઉદિત થયે. જાણે તે એ દુ:ખી અબળાના શેકાશ્રને પોતાના કિરણરૂપી વસ્ત્રથી લું છતે હેય તેમ દેખાવા લાગે. તે વખતે કમળ જાણે તેમને દુઃખ આપવાથી શરમાયા હોય, તેમ પ્લાન થઈ ગયા. અને કુમુદગણ જાણે પિતાના વિરોધી કમળાનું નઠારું કાર્ય જોઈ ખુશી થયા હોય, તેમ વિકસિત થવા લાગ્યા. " ધર્મવતી કુંતી આ વખતે પ્રાર્થના કરવા લાગી—
જે મારા ઇષ્ટદેવ અરિહંત હોય અને સાધુ મારા, ગુરૂ હોય તે સર્વ સમ્યગદશી દેવતાઓ મારા પુત્રના વિશ્ન દૂર કરે.” આ પ્રમાણે કહી પંચપરમેષ્ટીનું સ્મરણુ કરતી કુંતીએ બે ભુજ પ્રસારી કાર્યોત્સર્ગ કર્યો. તે જોઈ ટ્રિપદી બેલી-“હે દેવતાઓ, કિનારે અને બેચરે, આ ચંદ્રના જેવું ઉલ મારૂં શીળ હોય તે મારા પ્રિય પતિઓની સર્વ આપત્તિ દૂર કરવામાં સહાય કરે.” આ પ્રમાણે કહી શ્રી જિનભગવંતનું ધ્યાન કરતી દ્રૌપદી કીત્સર્ગ સ્થિત થઈ. આ બંને સતીઓને. કાયેત્સગે રહેલી જે વનના પ્રાણીઓ પોતાનું પરસ્પર વૈર