________________
(૪૯૦).
જૈન મહાભારત. આનંદિત કરે. આ ઘેર રાત્રે તમારા સિવાય અમારી રક્ષા કેણ કરશે?” દ્રપદીએ પિકાર કરી કહ્યું “પ્રાણનાથ, તમે મને ત્યજીને કયાં ચાલ્યા ગયા? પાંચે પતિ વિના આ દીન સ્ત્રી શી રીતે રાત્રિ નિર્ગમન કરશે ? તમે આપેલી આ પુષ્પમાળ હજુ કરમાઈ ગઈ નથી. હજી તેવીને તેવી છે. એટલામાં તે તમે ચાલ્યા ગયા. અને મને આ દશામાં મુકી ?” દ્રપદીને પિકાર સાંભળી કુંતી તેણીને ધીરજ આપવાને બેલી–પદી, હદયમાં ધૈર્ય રાખ, ઉંચે સ્વરે રઈશ નહિં, તારા પતિએ હજુ કુશળક્ષેમ છે. જ્ઞાનિ મુનિઓએ કહ્યું છે કે, “તેઓ. વિપત્તિને પાર પામી ફરી રાજ્યવૈભવ પામશે” હવે આપણે તેઓના રક્ષણ માટે કાંઈપણ ઉપાય કરવો જોઈએ. વિપત્તિ રૂપ વૃક્ષના અંકુરને છેદન કરવાવાળો માત્ર એક ધર્મજ છે. જે આપણે આ સમયે શુદ્ધ ભાવથી ધર્મારાધના કરીશું તે આપણું મને રથ સિદ્ધ થશે” કુંતીના આ વિચાર સાંભળી ૌપદીના હદયમા જરા હિંમત આવો અને તે મંદસ્વરે બેલી – પૂજય માતા, તમે કહો છે, તે યથાર્થ છે. આ સમયે ધર્મ શિવાય કેઈ ગતિ નથી. પણ આ બધા ઉત્પાતનું કારણ હું પિતે છું. મારા અપરાધથી મારા પતિઓની ઉપર આપત્તિ આવી પડી છે. એથી મને કલેશ થાય છે. આ અપરાધિની દ્રપદીનું જીવન હવે નકામું છે. તમારા પુત્ર ભીમસેનને કમલપુષ્પ લાવવાને મેં જે ન કહ્યું હોત તો આ અનર્થ ઉત્પન્ન ન થાત. આ વિચાર કરતાં મને ઘણેજ કલેશ પ્રાપ્ત થાય છે અને મારું હૃદય દશ્ય થઈ જાય છે.'