________________
(૪૯૨)
જૈન મહાભારત છેડી જળપાનને ત્યાગ કરી તે બંને અબળાઓની આસપાસ વૃક્ષની પેઠે સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. ક્રૂર રાક્ષસો પણ જાણે પ્રાણાયામ કે ધ્યાન કરતા હોય તેમ હિંસાને પરિહાર કરી તેમની પાસે સ્થિર થઈ ગયા. તેમની આ સ્થિતિને માંજ રાત્રિ વ્યતીત થઈ ગઈ અને તેમના દુષ્કર્મની જેમ અંધકાર નષ્ટ થઈ ગયું. જાણે પુણ્યના પ્રભાવને આરંભ થયા હોય તેમ સૂર્યના તેજને પ્રભાવ પ્રકાશિત થયે. અને પાંડના વિયેગે જ્ઞાન થઈ ગયેલે ચંદ્ર અસ્ત પામે. આ વખતે શુદ્ધ ઘંટિકાના શબ્દોથી કર્ણને પ્રિય લાગતું એક સુંદર વિમાન સરોવરમાંથી પ્રગટ થયું. સુવર્ણના સ્તંભવાળું અને અમૂલ્ય મણિરત્નથી જડેલું તે વિમાન પ્રકાશ કરતું બહેર આવ્યું અને જ્યાં કુંતી અને દ્રૌપદી કાન્સ રહ્યાં હતાં, તે સ્થળે ઉભું રહ્યું. તે વિમાનમાંથી વિપત્તિના મહાસાગરને તરી ગયેલા પાંડે નીચે ઉતરી ધ્યાનસ્થ માતાના ચરણમાં પડ્યા. તેમની સાથે એક દિવ્ય મૂર્તિ યુવાન દેવતા આવ્યું હતું. તેણે કુંતીને અંજળિ જોડી કહ્યું,
પવિત્ર વૃદ્ધમાતા, તારું ધર્મારાધન સફળ થયું છે. -હવે આ કાર્યોત્સર્ગને પાર, આ તારા પુત્રો નમ્ર થઈ તારા ચરણપર પિતાના મસ્તક નમાવી રહ્યા છે.” - આ સમયે કુંતી કાર્યોત્સર્ગવ્રતનું વિસર્જન કરી જાગ્રત થઈ. તે સાનંદવદના થઈ પિતાના પુત્રના સર્વાગ ઉપર હસ્તકમળ સ્પર્શ કરવા લાગી. પછીતેણીએ દ્રૌપદીને હાથ ઝાલી