________________
(૪પર)
જૈન મહાભારત. આનંદ ભગવે છે. કદિ પાંડવે વનમાં જાય, તે તે વન પણ નવપલ્લવતથા ફળફૂલથી સમૃદ્ધિમાન થાય છે. અને ગાય અને વ્યાઘ, સિંહ અને હરણ એક સાથે ક્રીડા કરે છે.
મહાનુભાવ, હું જ્યારે આ વનને માર્ગે આવતું હતું, તે વખતે આ વનના વૃક્ષોને તથા પરસ્પર વૈર છોડી ફરતા જાનવને દેખાવ જોઈ મને ખાત્રી થઈ હતી કે, આ વનમાં પાંડ અવશ્ય લેવા જોઈએ.
યુધિષ્ઠિરે કહ્યું, પ્રિયંવદ, એતે ઠીક; પણ દુર્યોધન કેવું રાજ્ય ચલાવે છે? દેશનું કેવી રીતે પ્રતિપાલન કરે છે? ભીષ્મ અને દ્રોણુ વગેરેની તેની ઉપર કેવી પ્રીતિ છે? દુર્યોધનને તેઓ કઈવાર અન્યાય કરતાં વારે છે કે નહિં ? - યુધિષ્ઠિરના આ પ્રશ્નને સાંભળી પ્રિયંવદ બે –
મહારાજ, આપની ન્યાયકીર્તિની પ્રશંસા સાંભળી દુર્યોધન પિતાની કીર્તિ વધારવાને નીતિથી રાજ્ય ચલાવે છે. પિતા જેમ પુત્રનું પાલન કરે તેમ તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહે છે. અન્યાયી પુરૂષોને શિક્ષા આપે છે. અને પરસ્પર વિરોધ ન આવે, તેવી રીતે ધર્મ, અર્થ અને કામને સેવે છે. પ્રજા તેના નિવર્તનથી પ્રસન્ન થઈ તેની સાથે સારી રીતે વર્તે છે. લાક્ષાગૃહમાં તમારા મૃત્યુના ખબર સાંભળ્યા પછી ભીષ્મ વગેરેએ દુર્યોધનને આશ્રય લીધો છે. દુર્યોધન પણ દાન અને વિનયથી તેમને સારે સત્કાર કરે છે. તેઓની તેણે