________________
ચેતવણી.
(૪૫૧ )
તમારી સત્કીર્ત્તિરુપી દૂતી હસ્તિનાપુરમાં આવી પહેાંચી. તે વાત જાહેર થતાં આપણા સ્નેહીઓ અને નગરવાસીઓના મુખ ઉપર સુધા પ્રસરી ગઈ અને શત્રુઓના મુખ ઉપર મષી ઢળી ગઇ. તે વખતે દુર્યોધનને જે ચિંતા અને શેક થઈ આબ્યા તે અકથનીય હતા. તેને શકુનિ, દુ:શાસન અને કર્ણે કેટલીક ધીરજ આપી ત્યારે માંડમાંડ તેના મનને શાંતિ વળી હતી.
મહારાજ, આ વખતે કદાચિત્ દુર્યોધન શકુનિની સ”મતિથી આ દ્વૈતવનમાં આવે અને તમને ઉપદ્રવ કરે એવી શંકા લાવી તમને ચેતવણી આપવાને વિદુરજીએ મને આ સ્થળે માકળ્યા છે. તમારા દ્વૈતવનના નિવાસની વાત એક મુસાફરે મને મા'માં કહી હતી. કેાઇ એક દૂત એકચક્રાનગરીથી હસ્તિનાપુરમાં આબ્યા હતા. તેણે તમે દ્વૈતવનમાં છે, એવા ખબર આપ્યા હતા. તેથી વિચક્ષણ વિદુરજીએ મને આ સ્થળે મેકવે છે. તે ક્રૂતે અકરાક્ષસના વધની અને એકચક્રાનગરીની પ્રજાને જીવિતદાન આપવાની તમારી સત્કીત્તિ હસ્તિનાપુરમાં ફેલાવી હતી. વળી લેાકેામાં એવું પણ કહેવાય છે કે, જે નગરમાં પાંડવ રહે છે, ત્યાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્મવા થતા નથી, કોઇને વ્યાધિ થતા નથી, અકાળ મૃત્યુ થતું નથી, પરચક્રના ભય થતા નથી અને દુકાળ તથા મહામારી આવતા નથી. જ્યાં પાંડવા હોય ત્યાં સર્વ પ્રજા સુખસ ́પત્તિ અને