________________
ચેતવણી
(૪૫૩) એટલી પ્રીતિ મેળવી છે કે, કદિ દુર્યોધનને માટે પ્રાણ દેવા પડે તો પણ તેઓ પ્રાણ આપવાને તૈયાર થઈ જાય છે. ભીષ્મ અને દ્રોણાચાર્યને વશ કરી તેમના પ્રતાપથી દુર્યોધન એમ સમજે છે કે, હું ચક્રવત્તી સમાન રાજાધિરાજ છું. આવું છતાં પણ તે તમારાથી ભય પામતે રહે છે. કેઈ અનવૃક્ષનું નામ લે ત્યાં તેને અર્જુનના વીર પરાક્રમનું સ્મરણ થઈ આવે છે અને વૃક (વરૂ) નું નામ લે ત્યાં વૃકેદરનું પરાક્રમ સાંભરી આવે છે. અને તેથી ભયાતુર થઈ હદયમાં કંપી ઉઠે છે. અર્જુન અને ભીમનું નામ સાંભળતાં દુર્યોધન અને તેની સ્ત્રી ભાનુમતી ગાઢનિદ્રામાંથી પણ જાગ્રત થઈ જાય છે.”
પ્રિયંવદના મુખથી આ બધો વૃત્તાંત સાંભળી યુધિષ્ટિર બે “પ્રિયંવદ, તારા મુખથી સર્વ ઉપગી વૃત્તાંત સાંભળી અમે ખુશી થયા છીએ. વિદુરકાકાએ તને મોકલી અમારી સંભાળ લીધી,તેને માટે તેમને હદયથી અમે ઉપકાર માનીએ છીએ. તારા સમાગમથી આજ દિવસ અમારે ઉત્સવતુલ્ય થયે છે.”
પ્રિયંવદ નમ્રતાથી બે –“ મહારાજ, હવે મને આજ્ઞા આપો. હું સત્વર જઈને ચિંતા અને શોકથી આકુળ –વ્યાકુળ થયેલા વિદુરજી અને બીજા કુટુંબીઓને તમારી કુશળ વાત કહી આનંદિત કરું.”
યુધિષ્ઠિર બોલ્યા–“પ્રિયંવદ, તું સત્વર જા. આ પ્રસંગે તને રોકવાની અમારી ઈચ્છા નથી. અમારા પરમપૂજય