________________
(૪૩૨)
જૈન મહાભારત કેવું દુઃખ થાય છે તે તું લોકેના પ્રાણ હરણ કર વાનું મહાપાપ કરતાં કેમ વિચારતો નથી ? રાવણે આહંતધર્મથી પવિત્ર કરેલા કુળને તું કુકર્મથી કલંકિત કરે છે, તથાપિ જે તું આજથી આ દુષ્ટ કર્મ કરવું ત્યજી દે, તો હું તને અભય કરૂં” તે પુરૂષનાં આવાં વચન સાંભળી તારે પિતા વધારે ક્રોધાયમાન થઈ બે-“મૂઢ, તું મને શું ઉપદેશ આપે છે? હું આજે કુટુંબ સુધાતુર છું. માટે હમણાં તારું ભક્ષણ કરી પછી તારા સર્વ પ્રશ્નનો ઉત્તર આપીશ” આવાં સ્વામી બકરાક્ષસનાં વચન સાંભળી તે પુરૂષે કહ્યું, “દુરાચારી, હવે તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. માંસ અને મને દિરાને સેવનારા પ્રાણુને કદિપણુ કલ્યાણ સંપત્તિ થતી નથી.” આ પ્રમાણે કહી તે પુરૂષે વજાના જેવી મુષ્ટિને પ્રહા૨ કર્યો, જેથી તેનું મસ્તક ભેદતાં તે મૃત્યુને વશ થઈ ગયા. પેલે સુમાયરાક્ષસ પિતાની વિદ્યાથી થયેલું વર્તમાન જાણું તત્કાળ વેગથી મારી પાસે આવ્યા. તેણે આવી તમારે બધો વૃત્તાંત જણાવ્યું. પછી આ બકરાક્ષસનો પુત્ર મહાબળ પિતાના પિતાનું વૈર લેવાને અહીં આવે છે. અહીં આવતાં મેં તેને માર્ગમાં સમજાવ્યું છે કે, “એ બળવાન પુરૂષની સાથે વૈર કરવું યેવ્ય નથી. તું ભક્તિથી તારી કુળદેવીની પૂજા કરી પ્રશ્ન પુછી નિશ્ચય કરી લે.” પછી તેણે કુળદેવીની ઉપાસના કરી એટલે તે દેવીએ પ્રસન્ન થઈ તેને જે કહ્યું છે, તે આ મહાબળ પિતેજ તમને કહેશે.”