________________
અભયદાન અને વિતદાન.
(૪૩૩) ( આ પ્રમાણે કહી તે દુબુદ્ધિ વાગવ્યાપારથી વિરામ પાપે, એટલે મહાબળ વિનયથી યુધિષ્ઠિર પ્રત્યે બેમહાનુભાવ, આરાધના કરી પ્રસન્ન કરેલાં મારાં દેવીએ મને પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “વત્સ, તું કોધનો ત્યાગ કરી ક્ષમાનું સેવન કર. અને સભાવ ધારણ કરી પાંડની પાસે જઈ તેઓનું શાંત્વન કર. એ પાંડ વીર પુરૂષ છે. તેઓ મહા બળવાન અને શત્રુઓના સમૂહને નાશ કરનાર છે. એમને પ્રસન્ન કરવાથી તેને ભક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થશે. તારા મરનાર પિતાને પણ મેં કહ્યું હતું કે, તે કદિ પણ પાંડનો પ્રતિપક્ષી થઈશ નહીં. જે તું ભક્તિથી તેઓની સેવા કરીશ તો કલ્પવૃક્ષની જેમ તને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. અને જે તું તેમને પ્રતિપક્ષી થઈશ તો તેઓ તને વિષવૃક્ષ તુલ્ય થશે. જે તારે પિતા મનુષ્યવધનો નિયમ છોડી દેવા તત્પર થયે હોત તો ભીમસેન તેને મારતા નહીં. પણ જે બનવાનું હતું તે બન્યું. હવે તું નમ્ર થઈ પાંડવોને પિતા તુલ્ય જાણી નમસ્કાર કર. તેઓ તને પુત્રવત્ માની તારૂં હિત કરશે. સપુરૂષે કદિ વૈરી શરણે આવે તો પણ તેનું હિત કરે છે. આ પ્રમાણે દેવીના ઉપદેશથી જેના હૃદયમાં આપ પાંડ તરફ ભક્તિ ઉત્પન્ન થયેલી છે, એ હું બકાસુરનો પુત્ર મહાબળ આપને શરણે આવ્યો છું. પછી દુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “મહાનુભાવ, આ કુમાર ઉપર દયા કરી તમે એનું રક્ષણ કરે.” આ વાત સાંભળી સર્વ પુરવાસીઓ આશ્ચર્ય પામી ગયા અને ૨૮