________________
છે જીવતે રહી
થાય. મારા જેવા
અભયદાન અને જીવિતદાન.
(૪૧૯) પુત્રવતી માતા તમારે પણ માન્ય છે. તે માતા સર્વની ઉપર દયા કરનારી છે, તેથી તમારું દુઃખ જોઈ તે બહુ દુ:ખી થાય છે. તેથી મારી માતાએ કહ્યું છે કે, “જે રાક્ષસથી દેવશર્માના કુટુંબનું રક્ષણ કરશે, તેજ મારે પુત્ર.” માટે હું મારી માતાની ધારણું પૂર્ણ કરવા તત્પર થયે છું. તમે આનંદમાં રહે. તે રાક્ષસની પાસે હું જવાને છું.” | દેવશર્માએ ખિન્નવદને જણાવ્યું, “બંધુ, મારા પ્રાણની રક્ષા કરવા તમારા જેવા બ્રાહ્મણને મેકલી. હું જીવતે રહે, એ કામ મારાથી ન થાય. મારા જેવા બ્રાહ્મણને બદલે તમારે જેવા તેજસ્વી બ્રાહ્મણને નાશ થાય, એ ઇંદ્રનીલમણિનું મર્દન કરી કાચને સંગ્રહ કરવા જેવું છે. હે મહાત્મા, આ તારી ભુજા જોઈ શત્રુઓ ભયભીત થતા હશે પણ એ બક તે બકજ છે. તેને સંહાર કરે બહુ મુશ્કેલ છે. તમારી ભુજારૂપી બંધનમાં જે એ બક આવી જાય તે કેવળી ભગવાને કહેલા વચન સંશયવાળા થાય. એક દિવસે જાણે બીજે સૂર્ય હોય તેવા તેજસ્વી કોઈ કેવળી ભગવાન આ ન ગરીની બાહેર રહેલા પર્વતના શિખર ઉપર આવ્યા હતા. તે ખબર જાણ સર્વ પુરવાસીઓ તેમને વંદન કરવાને ગયા. તે કરૂણાવંત ભગવાને સર્વને ધર્મોપદેશ આપે. તેમના ઉપદેશરૂપ અમૃતના પાનથી સર્વ લોકે હર્ષ પામ્યા. તે વખતે લોકેએ તેમને પુછ્યું કે, “ ભગવાન આ બકરાક્ષસને કોઈ દિવસ ઉપદ્રવ નાશ થશે કે નહિં?” તે સાંભળી કેવળી
જેવા તેજવી